અમરેલી

ક્વોન્ટમ યુગની શરૂઆત : આગામી સમયમાં તેના પડકારો અને સંભાવનાઓ વિશે વક્તવ્ય રજૂ થયું

ગુજરાત કાઉન્સીલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી, ગુજરાત સરકાર પ્રસ્થાપિત શ્રી બ્રહમાનંદજી જિલ્લા લોકવિજ્ઞાન કેન્દ્ર,જુનાગઢ દ્વારા નેશનલ લેવલ સાયન્સ સેમીનાર ૨૦૨૫ નું આયોજન થયેલ હતું.આ સેમીનારમાં વિદ્યાર્થીઓ દ્વારા “કવોન્ટમ યુગની શરૂઆત : સંભાવનાઓ અને પડકારો” વિષય આધારિત વક્તવ્ય રજૂ થયું હતું. જેમાં જુનાગઢ જિલ્લાના ભેસાણ તાલુકાની શ્રી સ્વામી વિવેકાનંદ વિનય મંદિર ચણાકા ( ઉમરાળી ) માધ્યમિક શાળામાં અભ્યાસ કરતી ધોરણ :-10ની વિધાર્થીની જાદવ નિરૂપા કેશુભાઈએ ભાગ લઈને ઉત્કૃષ્ટ પ્રદર્શન કરેલ હતું. શાળાના ગણિત- વિજ્ઞાન વિષયના શિક્ષિકા મીરાબેન સતિષભાઈ વૈષ્ણવના માર્ગદર્શન હેઠળ વિધાર્થીનીએ પાવર પોઇન્ટ પ્રેઝન્ટેશન સાથે વક્તવ્ય રજૂ કરેલ હતું. કવોન્ટમ યુગ ની શરૂઆત કેવી છે?, તેના પડકારો કેવા હશે?અને સંભાવનાઓ કેવી છે? AI બાદ હવે, કવોન્ટમ યુગ શરૂ થતાની સાથે જ આપણને તે કેટલો ફાયદો આપશે અને કેટલા ગેરફાયદા થશે તેના આધારિત વિશેષ ચર્ચા કરવામાં આવેલ હતી.જિલ્લા કક્ષાના આ સાયન્સ સેમીનાર નું આયોજન વિજ્ઞાન કેન્દ્રના કોર્ડીનેટર પ્રતાપભાઈ ઓરા દ્વારા કરવામાં આવેલ હતું.વિજ્ઞાન અને ટેકનોલોજી ક્ષેત્રે વિદ્યાર્થીઓ વધુ આગળ વધે અને શાળાનું ગૌરવ વધારે તે માટે શાળાના આચાર્ય અને ભેસાણ તાલુકાના એસ.વી.એસ. કન્વીનર રાઘવભાઈ ઢોલરીયા દ્વારા શુભેચ્છા પાઠવેલ હતી.

Related Posts