વડોદરા સાવલી નદીમાંથી યુવતીનો મૃતદેહ મળી આવ્યો, પોલીસે અકસ્માતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી

વડોદરાના ડેસર તાલુકાના ઘાટા ગામની યુવતીનો નદીમાંથી મૃતદેહ મળી આવ્યો હતો. ડેસર પોલીસે અકસ્માતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. વડોદરાના ડેસર તાલુકાના ઘાટા ગામે રહેતા દશરથભાઈ છગનભાઈ જાદવના ચાર સંતાનો પૈકીની નાની દીકરી કાજલનો મૃતદેહ નદીમાં પાણી ભરેલા ખાડામાંથી મળી આવ્યો હતો. યુવતી કુદરતી હાજતે ગયા બાદ પરત ફરી ન હતી. યુવતી પરત ના ફરતા તેની માતા શોધવા ગઈ હતી.
તે નદીના પાણીમાં ઉધી તરતી દેખાઈ હતી. ગતરોજ કાજલબેન ૧૨ઃ૩૦ વાગે નજીક આવેલી કુવેચ નદીમાં કુદરતી હાજતે ગયેલ હોય, કલાક સુધી પરત ન આવતા તેની માતા તેને શોધવા જતા તે નદીના પાણીમાં ઉધી તરતી દેખાઈ હતી. પરિવારજનોને પોતાની દીકરીની હત્યા થઈ હોવાની શંકા વ્યક્ત કરી રહ્યા છે. ડેસર પોલીસને બનાવની જાણ કરતાં જેથી તુરંત ઘટના સ્થળે પહોંચીને કાજલબેનના મૃતદેહને ડેસર સરકારી હોસ્પિટલે પીએમ અર્થે મોકલી હાલ અકસ્માતે ગુનો દાખલ કરીને વધુ તપાસ આગળ હાથ ધરવામાં આવી છે.
Recent Comments