વિકાસની પરિભાષા એટલે ગરીબોના ઝૂંપડાં પર બુલડોઝર
સીસકતી આંસુ પણ સુકાઈ જાય તેવી ઘટના દ્વારા ગરીબ લાચાર બેબસ પરિવારો પર કાળોકેર વરસ્યો. તંત્ર દ્વારા માત્ર ૨૪ કલાકની નોટિસ ફટકારી શિયાળાની કડકડતી ઠંડીમાં પરિવારો ખુલ્લા આકાશ નીચે રહેવા મજબૂર.. નજરની આંખ સામે પરિવારના ઝૂપડા સ્થાનિક તંત્ર દ્વારા બુલડોઝરથી ધ્વસ્ત થયા. સ્થાનિક નગરપાલિકા ચીફ ઓફિસરના આદેશ પર સવારના સમયે પોલીસ બંદોબસ્ત સાથે બુલડોઝરથી ઝૂંપડાં હટાવવાની કામગીરીએ લોકોના મનમાં અનેક સવાલો ખડા કર્યા છે. આમ રીવર ફ્રન્ટની કિમત ગરીબોના ઘર.. જો આ જ વિકાસ હોય તો આવો વિકાસ ખરા અર્થમાં ગરીબો માટે તો પ્રાણઘાતક જ ગણાય.
વિરોધ પક્ષના નેતાગણે આ કૃત્યને ઘોર નીંદનીય અને લોકશાહી પર કાળા કલંક સમાન ગણાવ્યું
જનપ્રતિનિધિની ગેરહાજરી પણ લોકોમાં રોષનું કારણ.
મત જોઈએ ત્યારે આ દબાણ આડું આવતું નથી!!! શું મહત્વનું ગરીબોના આશરો કે રીવર ફ્રન્ટનો રૂપાળો ચહેરો? મૂળભૂત જરૂરિયાતો અવગણીને સાચા અર્થમાં વિકાસ થશે ખરો??
સાવરકુંડલાની સવાર માટે આ ઐતિહાસિક કાળો દિવસ. આમ જોત જોતામાં હસતા ખેલતાં પરિવારનો માળો છીન્ન ભીન્ન થઈ ગયો. તંત્ર દ્વારા રિવર ફ્રન્ટ પ્રોજેક્ટને આડેધડ આગળ ધપાવવા માટે માનવીય દ્રષ્ટિકોણની ઉપેક્ષા કરીને વિકાસ મંત્રને ચરિતાર્થ કેમ કરવો?
શું રિવર ફ્રન્ટની સુંદરતા અમારા બાળકો કરતાં પણ વધુ મહત્વની છે એમ એક વૃધ્ધાએ આક્રોશ ઠાલવતા જણાવ્યું.
હૈયાફાટ રૂદન અને હીબકાંને કોઈ આશ્વાસન પણ ન પ્રાપ્ત થયું. પોતાનું સર્વસ્વ ગુમાવી ચુકેલા એ પરિવારોમાં એક બાળકનો નિર્દોષ સવાલ બાપુ! આપડે જાશું ક્યાં???
વૈકલ્પિક વ્યવસ્થા કે રહેઠાણની વ્યવસ્થા પણ નહિ અને વળતરની તો વાત જ ક્યાં?
આ સંદર્ભે હવે એ ગરીબોની માંગ અને રાજકીય લડતની તૈયારી હવે સંગઠિત થઈને ઉગ્ર લડત ચલાવવાનો નિર્ણય..?


















Recent Comments