જમ્મુ-કાશ્મીરના પહલગામમાં થયેલા હુમલો સ્વાતંત્ર્ય સેનાની દ્વારા પણ કરવામાં આયો હોય શકે છે
ભારતના જમ્મુ-કાશ્મીરમાં આવેલ પહલગામમાં થયેલા ક્રૂર અને ર્નિદય આતંકી હુમલાની વિશ્વભરના દેશો નિંદા કરી રહ્યા છે, ત્યારે પાકિસ્તાન ના ડેપ્યુટી ઁસ્ અને વિદેશ મંત્રી ઈશાક ડારે એક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે, ‘૨૨ એપ્રિલે જમ્મુ-કાશ્મીરના પહલગામ જિલ્લામાં હુમલો કરનારા હુમલાખોરો સ્વાતંત્ર્ય સેનાની પણ હોઈ શકે છે. અમને ખબર નથી તે કોણ છે. અમે ભારતના આરોપોનો સતત ઇન્કાર કરતાં આવીએ છીએ.’
કંગાળ પાકિસ્તાન ના વિદેશ મંત્રી ઈશાક ડારે કહ્યું હતું કે, ભારત સરકાર પોતાની નિષ્ફળતાને છુપાવવા તેમજ રાજકારણ કરતાં પાકિસ્તાન પર દોષનો ટોપલો ઢોળી રહી છે. અમે તેમની પ્રત્યેક કાર્યવાહીનો આકરો જવાબ આપી રહ્યા છીએ.
ર્નિલજ્જ પાકિસ્તાનના ઇસ્લામાબાદમાં વડાપ્રધાન શેહબાઝ શરીફના નેતૃત્વ હેઠળ નેશનલ સિક્યુરિટી કમિટીની બેઠક યોજાઈ હતી. જેમાં પાકિસ્તાનના રક્ષા મંત્રી ખ્વાજા મોહમ્મદે પણ ભારતને ધમકી આપી હતી કે, જાે પાકિસ્તાનને નુકસાન કર્યું તો તેના પરિણામો ભારતે પણ ભોગવવા પડશે.
પહાલગામ માં પ્રવાસીઓ પર આતંકી હિમલ બાદ ભારતે પાકિસ્તાન વિરુદ્ધ કડક કાર્યવાહી હાથ ધરતાં પાંચ મહત્ત્વના ર્નિણયો લીધા છે. જેમાં ૬૫ વર્ષ જૂની સિંધુ જળ સંધિ પર રોક મૂકી છે. ભારતની આ કાર્યવાહીને ઈશાક ડારે યુદ્ધને નોતરું આપ્યું હોવાનું જણાવ્યું છે. ડારે કહ્યું કે, પાકિસ્તાનના ૨૪ કરોડ લોકોને પાણીની જરૂર છે. તેને તમે બંધ કરી શકો નહીં. જાે પાણી રોકવામાં આવશે તો તેને યુદ્ધનો સંકેત ગણવામાં આવશે અને અમે આકરો જવાબ આપીશું.
Recent Comments