અમરેલી

લીલીયા તાલુકાના આંબા અને લોકીના ગ્રામજનો દ્વારા વિકાસ રથનું દબદબાભેર સ્વાગત : સરકારી યોજનાઓના લાભ છેવાડાના લાભાર્થીઓ સુધી પહોંચ્યા

દેશના યશસ્વી વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાત રાજ્યમાં મુખ્યમંત્રી તરીકે પદભાર સંભાળી ૨૪ વર્ષ અગાઉ રાજ્યની વણથંભી વિકાસયાત્રા શરુ કરી હતી. આ અવસરને વધાવવા માટે રાજ્ય સરકાર દ્વારા સમગ્ર રાજ્યમાં તા.૦૭ થી તા.૧૫ ઓક્ટોબર,૨૦૨૫ દરમિયાન ‘વિકાસ સપ્તાહ’ની ઉજવણી હાથ ધરવામાં આવી છે.

આ અંતર્ગત વિકાસ સપ્તાહનો વિકાસરથ આજે લીલીયા તાલુકાના આંબા, લોકી સહિતના ગામો ખાતે આવી પહોંચ્યો હતો. ગ્રામજનોએ વિકાસરથનું દબદબાભેર સ્વાગત કર્યું હતુ. ઉલ્લેખનીય છે કે, સરકારી યોજનાઓના લાભ છેવાડાના લાભાર્થીઓ સુધી પહોંચી રહ્યા છે.  આ તકે ગ્રામજનોએ વિવિધ સરકારી યોજનાઓ વિષયક માહિતી પ્રાપ્ત કરી હતી.

વિકાસ સપ્તાહની ઉજવણીના કાર્યક્રમમાં સાવરકુંડલા-લીલીયા વિસ્તારના ધારાસભ્યશ્રી મહેશભાઈ કસવાલા સહિત ઉપસ્થિત ગ્રામજનોએ “ભારત વિકાસ પ્રતિજ્ઞા” લીધી હતી. રાષ્ટ્રના સર્વાંગી વિકાસમાં યોગદાન આપવા ગ્રામજનો સંકલ્પબદ્ધ બન્યા હતા.

Related Posts