ભાવનગર

પોલીસ મહાનિદેશક અને મુખ્‍ય પોલીસ અધિકારી સાહેબશ્રી, ગુજરાતરાજય, ગાંધીનગર નાઓ દ્રારા તા.૧૫/૦૪/૨૦૨૫ થી તા.૩૦/૦૪/૨૦૨૫ સુધીનાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા ખાસ ડ્રાઇવનું આયોજન કરેલ હોય

,ભાવનગર રેન્‍જ આઇ.જી.શ્રી ગૌતમ પરમાર સાહેબ નાઓએ આ ડ્રાઇવ દરમ્‍યાનભાવનગર રેન્‍જના જિલ્લાઓમા ગુનાઓ કરી નાસતા ફરતા આરોપીઓને પકડીપાડવા સુચના આપેલ હોય, અમરેલી પોલીસ અધિક્ષકશ્રી સંજય ખરાત સાહેબ નાઓએઅમરેલી જિલ્‍લામા ગુનાઓ આચરી, પોતાની કાયદેસરની ધરપકડ ટાળવા માટેનાસતા ફરતા આરોપીઓ તથા જેલમાંથી ફરાર થયેલ કેદીઓને પકડી પાડવાઅમરેલી જિલ્‍લા પોલીસને માર્ગદર્શન આપેલ હોય,જે અન્‍વયે અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્‍સ. શ્રી વી. એમ. કોલાદરા
નાઓની રાહબરી હેઠળ એલ.સી.બી. ટીમે વડીયા પો.સ્ટે.
ગુ.ર.નં.૧૧૧૯૩૦૬૦૨૫૦૦૨૧/૨૦૨૫, બી.એન.એસ. કલમ ૧૩૭(૨), ૮૭ તથા પોકસો
કલમ ૧૮ મુજબના કામનો આરોપી કાયદેસરની ધરપકડ ટાળવા માટે નાસતા ફરતો
હોય, મજકુર આરોપીને ટેક્નીકલ સોર્સ અને બાતમી હકિકત આધારે મોરબી જિલ્લાના
હળવદ તાલુકાના કડીયાણા ગામની સીમમાંથી પકડી પાડી, આગળની કાર્યવાહી થવા
સારૂ વડીયા પોલીસ સ્‍ટેશનમાં સોંપી આપેલ છે.
 પકડાયેલ આરોપીની વિગતઃ-

કીડસીયાભાઇ ઉર્ફે પોટાભાઇ રામસિંગભાઇ ભીલ, ઉ.વ.૨૩, રહે.કડીપાણી, નર્સરી
ફળીયા, તા.કવાંટ, જિ.છોટાઉદેપુર.

આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષકશ્રી સંજય ખરાત સાહેબનાઓની
સુચના અને માર્ગદર્શન હેઠળ અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્‍સ.શ્રી
વી.એમ.કોલાદરા તથા એ.એસ.આઇ. હરેશસિંહ પરમાર તથા હેડ કોન્‍સ. આદિત્યભાઇ
બાબરીયા, તુષારભાઇ પાંચાણી, અશોકભાઇ કલસરીયા દ્વારા કરવામાં આવેલ છે.

Related Posts