અમરેલી

દામનગર તાલુકા માં ભળવા થી ગઢડા સ્વામી ના ગારીયાધાર લીલીયા ઉમરાળા સિહોર તાલુકા ના ૨૦ ગામડા ઓનું ડિસ્ટન્ટ ઘટાડી ૧૦ કિમિ થઈ શકે

દામનગર શહેર ને તાલુકો બનાવવા ની યુવા આર્મી ટીમ ની ગુજરાત સરકાર સમક્ષ માંગ કરતા અગ્રણી ઓ દ્વારા અન્ય તાલુકા ઓનું તાલુકા મથક વચ્ચે ડિસ્ટન્ટ ઘટાડી સરળીકરણ કરી લોકો નો સમય શક્તિ અને સંપત્તિ નો વ્યય અટકાવી શકાય દામનગર શહેર ને તાલુકો બનાવી અસંખ્ય અન્ય તાલુકા ના અનેક ગામડા ઓનું ડિસ્ટન્ટ ઘટાડી શકાય દામનગર પંથક ના ૩૭ ગામો સહિત ગારીયાધાર તાલુકા મથક થી ભંમરિયા ૨૦ કિમિ છે દામનગર માત્ર ૯ કિમિ થાય ગઢડા સ્વામી ના તાલુકા મથક થી વિકળિયા નાના મોટા ઉમરડા જલાલપુર ૩૫ કિમિ નું અંતર ઘટાડી દામનગર તાલુકા માં ભેળવી માત્ર ૯ કિમિ કરી શકાય લીલીયા તાલુકા થી એકલારા પાંચતલાવડા ૧૭ કિમિ થી ઘટી દામનગર માત્ર ૧૦ કિમિ થઈ શકે

ઉમરાળા તાલુકા ના લાખાવાડ હડમતીયા ઠોડા ૩૦ થી ૩૫ કિમિ થી ઘટી માત્ર ૧૦ કિમિ થઈ શકે સિહોર તાલુકા ના ભૂતિયા ૩૦ કિમિ થી ઘટી ૨૨ કિમિ થઈ શકે આમ ગઢડા સ્વામી ના ગારીયાધાર ઉમરાળા લીલીયા સિહોર તાલુકા ના ૨૦ થી વધુ ગામડા ઓ દામનગર શહેર થી નજીવા અંતરે હોવા થી ખૂબ મોટું ડિસ્ટન્ટ ઘટાડી સરળીકરણ કરી શકાય તેમ છે દામનગર શહેરી વિસ્તાર સહિત પંથક ના ૩૭ ગ્રામ્ય ઉપરાંત ગઢડા સ્વામી ના ગારીયાધાર લીલીયા ઉમરાળા સિહોર તાલુકા ના ૨૦ થી વધુ ગ્રામ્ય વિસ્તારો નો દામનગર તાલુકા માં સમાવેશ કરી ડિસ્ટન્ટ ઘટાડી આ વિસ્તાર ની જનતા માટે સરળીકરણ કરી સમય શક્તિ અને સંપત્તિ નો તેમ યુવા આર્મી ટીમે વિસ્તૃત મૅપ સાથે સબંધ કરતા વિભાગો ને અવગત કરતા હરેશભાઇ વાવડીયા મુકેશભાઈ બુધેલીયા સંજયભાઈ નારોલા મહેશભાઈ નારોલા નારણભાઇ નારોલા અરવિંદભાઈ બુધેલીયા સહિત ના યુવા આર્મી ટીમ ના યુવાનો દ્વારા ગુજરાત સરકાર માં મેપ સાથે વિસ્તૃત અહેવાલ રજૂ કરતા જણાવ્યું હતું કે ખૂબ લાંબા અંતર થી નજીવા અંતરે તાલુકા સ્તર ની સુવિધા  કરાય તો સમય શક્તિ અને સંપત્તિ નો વ્યય અટકાવી શકાય 

Related Posts