ભાવનગર

જિલ્લા કલેકટરશ્રીએ આયોજન અને કાર્યક્રમોનું રિહર્સલ નિહાળી સમીક્ષા કરી

ભાવનગર જિલ્લામાં સ્વાતંત્ર્ય દિન અવસરે જિલ્લા કક્ષાની ઉજવણી પાલિતાણાના હેલિપેડ ગ્રાઉન્ડ, સર્કિટ હાઉસની બાજુમાં
ગારિયાધાર રોડ ખાતે થવાની છે. ત્યારે આજે જિલ્લા કલેકટર શ્રી ડૉ. મનીષ કુમાર બંસલની ઉપસ્થિતિમાં સ્વાતંત્ર્ય દિનની ઉજવણીનું રિહર્સલ
કરવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે ૧૫ ઓગસ્ટે પાલિતાણા ખાતે જિલ્લા કલેકટર શ્રી ડૉ. મનીષ કુમાર બંસલની ઉપસ્થિતિમાં
સ્વાતંત્ર્યદિનની ઉજવણી થશે.
સ્વાતંત્ર્યદિનની ઉજવણી સુચારૂં રીતે યોજાય તે માટેની રિહર્સલ જિલ્લા કલેકટર શ્રી ડૉ. મનીષ કુમાર બંસલની રાહબરી હેઠળ
પાલિતાણા ખાતે યોજવામાં આવી હતી.
રિહર્સલમાં જિલ્લા કલેકટરશ્રીએ આગમન, ધ્વજવંદન, પોલીસ પ્લાટુન દ્વારા સલામી અને રાષ્ટ્રગાન, પરેડ નિરીક્ષણ, ઉદબોધન અને
સાંસ્કૃતિક કાર્યક્રમો સહિતનાં આયોજનોનું રિહર્સલ નિહાળી સમીક્ષા કરી હતી.
આ પ્રસંગે પ્રાંત અધિકારી શ્રી અંકિત પટેલ, પોલીસ અધિક્ષકશ્રી ડો. હર્ષદ પટેલ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક શ્રી
જયશ્રીબેન જરુ, નાયબ પોલીસ અધિક્ષકશ્રી મિહિર બારૈયા, નાયબ પોલીસ અધિક્ષકશ્રી રીમા ઝાલા સહિતના જિલ્લાના વરિષ્ઠ અધિકારીશ્રીઓ
ઉપસ્થિત રહ્યાં હતાં

Related Posts