અમરેલી

જિલ્લાની શિક્ષણાધિકારી જિલ્લા કલેક્ટર અને જિલ્લા આયુર્વેદ અધિકારીની કચેરીને અનુક્રમે બેસ્ટ, ઇર્મજિંગ અને એસ્પારિંયગ ત્રણ કેટેગરીના પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા

ભારતના પૂર્વ વડાપ્રધાનશ્રી અટલ બિહારી વાજપાઇજીના જન્મદિન તા.૨૫ ડિસેમ્બરને સુશાસન દિન તરીકે ઉજવવામાં આવે છે. સહિયારા પ્રયાસથી વધુ સુદ્રઢ સેવાઓનો સંકલ્પ સાકાર કરવા તાલીમ અને વ્યવસ્થાઓ વધુ મજબૂત કરવાની રાજય સરકારની નેમ છે.

સ્વચ્છતા અભિયાન અન્વયે કરવામાં આવેલી કામગીરીમાં અમરેલી જિલ્લાની વિવિધ કચેરીઓને દર વર્ષે સન્માનિત કરી પ્રોત્સાહિત કરવામાં આવે છે. અમરેલી જિલ્લા કલેકટરશ્રી વિકલ્પ ભારદ્વાજ અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી પરીમલ પંડ્યાના હસ્તે જિલ્લાની શિક્ષણાધિકારીશ્રી, જિલ્લા કલેક્ટરશ્રી અને જિલ્લા આયુર્વેદ અધિકારીશ્રીની કચેરીને અનુક્રમે બેસ્ટ, ઇર્મજિંગ અને એસ્પારિંયગ એમ ત્રણ કેટેગરીના પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા

અમરેલી જિલ્લા કલેકટરશ્રીએ કચેરીઓને તેમની કામગીરી માટે અભિનંદન પાઠવી ભવિષ્યમાં પણ આ રીતે ઉત્કૃષ્ઠ કામગીરી કરવા પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું.

નાગરિકોને કેન્દ્રમાં રાખી વધુ સારી સેવાઓ અને માળખાકિય સુવિધાઓમાં ઉમેરો થાય તે મંત્ર સાથે કાર્યરત રાજય સરકાર દ્વારા વિવિધ પ્રકલ્પોની શરુઆત કરવામાં આવ. આ કાર્યક્રમમાં વીડિયોના માધ્યમથી રાજયભરના જિલ્લાઓ પણ જોડાયા હતા.

રાજયના મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને ગાંધીનગર ખાતે યોજાયેલા કાર્યક્રમમાં મુખ્યમંત્રીશ્રીએ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ આધારિત વિવિધ પોર્ટલ, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગની વિવિધ નિતીઓ, રાજ્ય સરકારના કર્મયોગીઓ માટે તાલીમ કાર્યક્રમ, લોકાર્પણ અને ખાતમુહૂર્ત કાર્યક્રમનો પ્રારંભ કરાવ્યો હતો. રાજય સરકારના લોકાભિમુખ અને પારદર્શી વહીવટલક્ષી અભિગમને સાકાર કરતા અનેક વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમૂહુર્ત પણ મુખ્યમંત્રીશ્રીના હસ્તે કરવામાં આવ્યું હતું. સુશાસન પરની ટૂંકી ફિલ્મ દર્શાવવામાં આવી હતી.

આ કાર્યક્રમમાં અમરેલી જિલ્લા કલેકટરશ્રી વિકલ્પ ભારદ્વાજે જિલ્લાના અધિકારીશ્રીઓને મુખ્યમંત્રીશ્રીના દિશાનિર્દેશ મુજબ ફક્ત એક દિવસ માટે નહીં પરંતુ કાર્યપદ્ધતિનો ભાગ બનાવવા માટે અનુરોધ કર્યો હતો. તેમણે નાગરિકોના કામ સરળતાથી અને જલદી સમાપ્ત થાય તે મુજબની કાર્યપદ્ધતિ અપનાવવા માટે જણાવ્યું હતું.

આ કાર્યક્રમમાં અમરેલી પ્રાંત અધિકારીશ્રી મહેશ નાકિયા, ઇન્ચાર્જ નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રી અને જિલ્લા આંકડા અધિકારીશ્રી ગોહિલ, આરોગ્ય, પંચાયત, માર્ગ અને મકાન, વિવિધ કચેરીઓના અધિકારીશ્રીઓ-કર્મયોગીશ્રીઓ સહિતના જોડાયા હતા.

Related Posts