ભારતના ચૂંટણી પંચની સૂચના અનુસાર ગુજરાતમાં મતદાર યાદીની ખાસ સઘન સુધારણા ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. ભારતના ચૂંટણીપંચની
સુચના અનુસાર ગત તા. 27 ઓક્ટોબર 2025થી રાજ્યભરમાં શરૂ કરવામાં આવેલી SIR (ખાસ સઘન સુધારણા) ઝુંબેશના રાજ્યભરમાં ગણતરીના
તબક્કાની 100 % કામગીરી પૂર્ણ કરી દેવામાં આવી છે.તા.19-12-2025ના રોજ મુસદ્દા મતદારયાદી પ્રસિધ્ધ કરવામાં આવનાર છે.
- રાજ્ય કક્ષાએ મુખ્ય નિર્વાચન અધિકારીની અધ્યક્ષતામાં માન્ય રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ સાથે મિટિંગ યોજાશે.
- તમામ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રીઓ માન્ય રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ સાથે મિટિંગ કરીને મુસદ્દા મતદારયાદીની હાર્ડ કોપી તથા સોફટ
કોપી સુપ્રત કરશે. - ભારતના ચૂંટણી પંચની સુચના મુજબ બુથ લેવલ એજન્ટો સાથે બુથ લેવલ ઓફિસર્સની તમામ મતદાન મથકોએ મિટિંગ પૂર્ણ કરવામાં
આવેલી છે, તથા તેઓને ASD (ગેરહાજર, સ્થાંળતરિત, મૃત) મતદારોની યાદી પણ આપવામાં આવેલ છે. - સમગ્ર SIRની પ્રક્રિયા દરમિયાન ચૂંટણી તંત્ર દ્વારા, માન્ય રાજકીય પક્ષો સાથે અવાર નવાર મિટિંગ કરીને તેમના પ્રશ્નો અન્વયે હકારાત્મક
અભિગમ સાથે મુસદ્દારૂપ મતદારયાદી પ્રસિધ્ધ થવા જઇ રહી છે.
મુસદ્દા મતદારયાદી પ્રસિધ્ધ થયા બાદ, - તા.19-12-2025 થી તા.18-01-2026 સુધી મતદારયાદી સબંધી વાંધા-દાવા રજૂ કરી શકાશે.
મતદારોને ખાસ જણાવવાનું કે,
આપનું નામ મુસદ્દા મતદારયાદીમાં નીચે દર્શાવેલ માધ્યમ વડે ચકાસી શકો છો. - વેબસાઇટ http://ceo.gujarat.gov.in
- વોટર પોર્ટલ : voters.eci.gov.in
- ECINET App
- BLO પાસેથી
- જિલ્લા ચૂંટણી અધિકારીની કચેરી/ERO/AERO કચેરી ખાતેથી
જો આપનું નામ મુસદ્દા મતદાર યાદીમાં ન હોય તો મતદારયાદીમાં નામ દાખલ કરાવવા માટે ફોર્મ નં.6 ભરીને તેની સાથે સોગંદનામું રજૂ
કરીને તથા જરૂરી આધાર પુરાવાના દસ્તાવેજ સામેલ રાખીને ઓન લાઇન/ઓફ લાઇન અરજી કરી શકો છો.
જો મુસદ્દા મતદારયાદીમાં દર્શાવેલ વિગતોમાં કોઇ ભૂલ હોય તો ફોર્મ નં.8 ભરીને જરૂરી આધાર પુરાવાના દસ્તાવેજ સામેલ રાખીને ઓન
લાઇન/ઓફ લાઇન અરજી કરી શકાય છે.
મુસદ્દા મતદારયાદીમાં કોઇ પણ પ્રકારનો વાંધો રજૂ કરવા માટે ફોર્મ નં.7 ભરીને અરજી કરી શકાશે.


















Recent Comments