ભાવનગર

ભારત સરકારના યુવા કાર્યક્રમ અને રમતગમત મંત્રાલય તથા હાર્ટફુલનેસ સંસ્થા દ્વારા નશામુક્ત ભારત અભિયાન કાર્યક્રમ’ યોજાયો

‘ભારત સરકારના યુવા કાર્યક્રમ અને રમતગમત મંત્રાલય તથા હાર્ટફુલનેસ સંસ્થા દ્વારા દેશભરના યુવાનોને નશાની લતમાંથી મુક્ત
કરાવવા માટે યુવા સમીટનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ભાવનગરના વિવિધ સ્થળોએ ‘વિકસિત ભારત માટે નશામુકત યુવા’ કાર્યક્રમ
આયોજિત કરવામાં આવ્યો હતો.
આ કાર્યક્રમ દેશના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર ભાઈ મોદીની પ્રેરણાથી કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત મંત્રી શ્રી મનસુખભાઈ માંડવીયા
અને હાર્ટફુલનેસ સંસ્થાના વૈશ્વિક માર્ગદર્શક શ્રી કમલેશભાઇ પટેલના માર્ગદર્શનમાં શરૂ કરવામાં આવ્યો છે. જેનો મુખ્ય ઉદ્દેશ ભારત દેશના
યુવાનોને ડ્રગ્સના દૂષણથી મુક્ત કરવાનો અને નવી પેઢી એની ઝપેટમાં ન આવે એ માટે સામૂહિક પ્રયાસ કરવાનો છે.
ભાવનગર ખાતે આયોજિત થયેલ કાર્યક્રમમાં વિવિધ સ્થળોએ યુવાનોએ ઉપસ્થિત રહી ડ્રગ્સનો ત્યાગ કરવાની તેમજ ડ્રગ્સ મુક્ત
સમાજ બનાવવા માટે કાર્ય કરવાની પ્રતિજ્ઞા લીધી હતી.

Related Posts