ભાવનગર

“વૃદ્ધ દંપતી એ પોતા ના અવસાન બાદ કોઈપણ વિધિ વિધાન નહિ કરવાનો સંકલ્પ” સાથે સ્વામી શ્રી નિર્દોષાનંદ હોસ્પિટલ ને વાધાણી પરિવાર દ્વારા દસ લાખ નું દાન અર્પણ કર્યું

ઉમરાળા સ્વામી શ્રી નિર્દોષાનંદજી માનવસેવા હોસ્પિટલ, ટીંબી (જી.ભાવનગ૨) નાં સેવાકાર્યથી પ્રભાવિત નાના ઉમરડા (તા.ગઢડા) નાં વતની અમેરીકા સ્થિત શ્રી હિરજીભાઈ ઝવેરભાઈ વાઘાણી (દંપતી) એ તેઓશ્રીનાં અવસાન બાદ કોઇપણ વિધીવિધાન નહી ક૨વાનાં સંકલ્પ સાથે તા.૨૩.૧૦.૨૫ નાં રોજ દર્દીનારાયણ સારવાર અર્થે સહભાગી થવાનાં શુભાશયથી રૂા.૧૦,૦૦,૧૧૧/- અંકે રૂપિયા દસ લાખ એકસો અગીયાર પુરાનું અનુદાન અર્પણ કરીને એક પ્રેરણાદાયી કાર્ય કરેલ છે. તેઓશ્રીઓનું ઉપપ્રમુખ-બી.એલ.રાજપરા દ્વારા સદ્ગુરૂદેવનાં ‘જીવનચરિતામૃત’ ગ્રંથ અને શાલ અર્પણ કરીને સન્માનિત કરવામાં આવેલ.હોસ્પિટલ ટ્રસ્ટીમંડળે શ્રી હિરજીભાઈ ઝવેરભાઈ વાઘાણી તથા તેમનાં પરીવારજનોનો હદયપૂર્વકનો આભાર વ્યક્ત કરેલ છે.

Related Posts