અમરેલી

ભારતના ચૂંટણી પંચ દ્વારા “મતદારયાદી ખાસ સઘન સુધારણા-૨૦૨૬” કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો, અમરેલી જિલ્લામાં તા. ૦૪ નવેમ્બર,૨૦૨૫થી મતદારયાદી ખાસ સઘન સુધારણા-૨૦૨૬ કાર્યક્રમ ઝુંબેશ સ્વરૂપે યોજાશે

ભારતના ચૂંટણી પંચ દ્વારા તા. ૦૧.૦૧.૨૦૨૬ની લાયકાતના સંદર્ભમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ-૨૦૨૬ જાહેર કરવામાં આવ્યો છે. આ કાર્યક્રમ દરમિયાન અમરેલી જિલ્લામાં તા. ૨૮.૧૦.૨૦૨૫ (મંગળવાર)થી ૦૩.૧૧.૨૦૨૫ (સોમવાર) સુધી તૈયારી, છાપકામ અને તાલીમ કાર્યક્રમ યોજાશે.

જિલ્લામાં મતદારયાદી સઘન સુધારણા કાર્યક્રમ અંતર્ગત તા. ૦૪.૧૧.૨૦૨૫ (મંગળવાર) થી તા. ૦૪.૧૨.૨૦૨૫ (ગુરૂવાર) દરમિયાન ગણતરી કરવામાં આવશે. તા. ૦૪.૧૨.૨૦૨૫ (ગુરૂવાર) સુધીમાં મતદાન મથકોનું રેશનલાઇઝેશન-રીએરેન્જમેન્ટ કરવામાં આવશે. તા. ૦૫.૧૨.૨૦૨૫ (શુક્રવાર) થી તા. ૦૮.૧૨.૨૦૨૫ (સોમવાર) સુધી કંટ્રોલ ટેબલનું અપડેશન અને મુસદ્દા મતદારયાદી તૈયારી કરવામાં આવશે. મુસદ્દા મતદારયાદીની પ્રસિદ્ધી તા. ૦૯.૧૨.૨૦૨૫ (મંગળવાર) ના રોજ થશે.

આ મતદારયાદી અંગે હક્ક-દાવા અને વાંધા અરજીઓ રજૂ કરવાનો સમયગાળો તા. ૦૯.૧૨.૨૦૨૫ (મંગળવાર) થી તા. ૦૮.૦૧.૨૦૨૬ (ગુરુવાર) સુધી રહેશે. આ કાર્યક્રમ અંતર્ગત નોટિસ ઈશ્યુ કરવાનો, સુનાવણી અને ગણતરી ફોર્મ પર નિર્ણય અને EROs દ્વારા સમકાલીન રીતે હક્ક-દાવા-વાંધા અરજીના નિકાલ કરવાનો સમયગાળો તા. ૯.૧૨.૨૦૨૫ (મંગળવાર)થી તા. ૩૧.૦૧.૨૦૨૬ (શનિવાર) સુધીનો રહેશે.

મતદારયાદીના હેલ્થ પેરામીટર્સની ચકાસણી અને આખરી પ્રસિદ્ધી માટે ચૂંટણીપંચની પરવાનગી મેળવવાની તારીખ તા. ૦૩.૦૨.૨૦૨૬ (મંગળવાર) સુધીમાં પૂર્ણ કરવામાં આવશે. મતદારયાદીની આખરી પ્રસિદ્ધી તા. ૦૭.૦૨.૨૦૨૬ શનિવારના રોજ કરવામાં આવશે તેમ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અને કલેક્ટરશ્રી અમરેલીએ એક યાદીમાં જણાવ્યું છે.

Related Posts