ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશને પણ વિસ્તરણ યોજના બનાવી છે બે વર્ષ બાદ મેટ્રો પ્રોજેક્ટનો પ્રથમ ફેઝનો સંપૂર્ણ રૂટ હવે શરૂ થશે. કેમ કે ઓકોબર ૨૦૨૨માં શરૂ થયેલ ફેજ ૧ ના રૂટમાં થલતેજ થી થલતેજ ગામ રૂટનું કામ બાકી હતું. જમીન સંપાદન. કોર્ટ કેસ અને ટેક્નિકલ કારણસર કામમાં વિલંબ થયો હતો. જેને લઈને થલતેજના સ્થાનિકોને ઘણી અગવડતા પડી હતી. તો ખરાબ રસ્તા અને અન્ય સમસ્યાનો સામનો કરવો પડ્યો. અને હવે જ્યારે આ દોઢ કિમીના રૂટનું કામ પૂર્ણ થયુ છે અને હવે ડિસેમ્બર મિડલ સુધી ત્યાં મેટ્રો ટ્રેન શરૂ થવાની છે જેને લોકો આવકારી રહ્યા છે.
સાથે જ ૨૦૩૬ની ઓલિમ્પિકને ધ્યાને રાખી થલતેજ ગામથી શીલજ, મનીપુર સુધી મેટ્રો લંબાવવાની યોજના પણ છે. કેમ કે અમદાવાદ ૨૦૩૬માં ઓલેમ્પિકની તૈયારી કરી રહ્યું છે જેને લઈને ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશને પણ વિસ્તરણ યોજના બનાવી છે. જેના ભાગરૂપે થલેતજ થી મનીપુર અને શીલજથી મોટેરા વાયા વૈષ્ણોદેવી, ચાંદખેડા રૂટને સમાવવાની તૈયારી છે. જયા થલતેજ ગામ ખાતે મેટ્રોનો રૂટ પૂરો થયા પછી તેને શીલજ ચાર રસ્તા થઈ મનીપુર સુધી લંબાવવામાં આવશે.એ જ રીતે શીલજ ચાર રસ્તાથી એસપી રિંગરોડ થઈ બીજાે રૂટ વાયા મોટેરા, વૈષ્ણોદેવી, ચાંદખેડાથી પસાર થશે. થલતેજ ગામથી શિલજ સુધીનો રૂટ રેલવે લાઈનને સમાંતર નાખવાની યોજના છે. જેનાથી બોપલ, શેલા, ઘુમા જેવા વિસ્તારો પણ આવરી શકાશે. આ વિસ્તારના લોકોને મોટો ફાયદો થશે. તેમજ આવનાર ભવિષ્યમાં સ્પોર્ટ્સ વિલેજમાં મેટ્રોની પણ સારી સુવિધા મળી રહેશે.
Recent Comments