જાફરાબાદ વઢેરા ખાતે અખિલ ભારતીય કોળી સમાજની કારોબારી બેઠક, અખિલ ભારતીય કોળી સમાજના ગુજરાત પ્રદેશ પ્રમુખ તેમજ ધારાસભ્યશ્રી હીરાભાઈ સોલંકીની અધ્યક્ષતામાં યોજાઈ હતી જેમાં સહભાગી થવાની તક મળી.
સમાજના શૈક્ષણિક, સામાજિક અને આર્થિક વિકાસ માટે વિવિધ જિલ્લાઓમાંથી આવેલા પદાધિકારીઓની ઉપસ્થિતિમાં વિસ્તૃત ચર્ચા કરી.
આ પ્રસંગે શ્રી અશોકભાઈ મેરને ગુજરાત પ્રદેશ કારોબારીમાં સંગઠન મંત્રી તરીકે, શ્રદ્ધાબેન ચૌહાણને ગુજરાત પ્રદેશ મહિલા મહામંત્રી તરીકે અને આશાબેન ખેડાને બોટાદ જિલ્લા મહિલા પાંખમાં મહત્વપૂર્ણ જવાબદારી સોપવામાં આવી.
આ બેઠકમાં સૌરાષ્ટ્ર અને ગુજરાતભરના તમામ જિલ્લાઓમાંથી કોળી સમાજના અગ્રણીઓ અને હોદ્દેદારો ઉમંગભેર જોડાયા હતા.
Recent Comments