રાષ્ટ્રીય

મણિપુરમાં સરકાર બનાવવાની કવાયત ફરી એકવાર તેજ થઈ; NDA ના ૧૦ ધારાસભ્યો સરકાર રચવાના દાવા સાથે ઇમ્ફાલના રાજ્યભવન

મણિપુરમાં ફરી એકવાર સરકાર બનાવવાની ગતિવિધિ તેજ થઈ છે જેમાં, દ્ગડ્ઢછના ધારાસભ્યોએ રાજ્યભવનમાં રાજ્યપાલ સાથે મુલાકાત કરી સરકાર રચવાનો દાવો કર્યો છે. ભાજપની આગેવાની હેઠળના દ્ગડ્ઢછ ના ૧૦ ધારાસભ્યો સરકાર રચવાના દાવા સાથે ઇમ્ફાલના રાજ્યભવન પહોંચ્યા હતા અને રાજ્યપાલ સાથે મુલાકાત કરી. આ ૧૦ ધારાસભ્યોમાં ભાજપના ૮, દ્ગઁઁ ના ૧ અને ૧ અપક્ષ ધારાસભ્યનો સમાવેશ થતો હતો.
આ પહેલા ૨૧ ધારાસભ્યોએ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને પત્ર લખીને પૂર્વોત્તર રાજ્યોમાં શાંતિ અને સામાન્યતા સુનિશ્ચિત કરવા માટે ‘લોકપ્રિય સરકાર‘ બનાવવાનો આગ્રહ કર્યો હતો. પત્ર પર ૧૩ ભાજપ, ૩ દ્ગઁઁ ના અને બે અપક્ષ સભ્યોએ સહી કરી હતી. મણિપુરના રાજ્યપાલ અજય કુમાર ભલ્લાને મળીને સરકાર રચવાનો દાવો કરવા આવેલા ધારાસભ્યોએ ૪૪ ધારાસભ્યોના સમર્થન વિશે વાત કરી છે.
મણિપુર વિધાનસભામાં કુલ ૬૦ બેઠકો છે અને સરકાર બનાવવા માટે બહુમતીનો આંકડો ૩૧ છે. રાજ્યપાલને મળ્યા બાદ, ભાજપના ધારાસભ્ય થોકચોમ રાધેશ્યામે કહ્યું કે કોંગ્રેસ સિવાય ૪૪ ધારાસભ્યો મણિપુરમાં સરકાર બનાવવા માટે તૈયાર છે. અપક્ષ ધારાસભ્ય સપમ નિશિકાંતે કહ્યું કે અમે રાજ્યપાલને એક પત્ર આપ્યો છે, જેના પર ૨૨ ધારાસભ્યોએ હસ્તાક્ષર કર્યા છે. દ્ગડ્ઢછના બધા ધારાસભ્યો મણિપુરમાં સરકાર બનાવવા માંગે છે.

Related Posts