અમરેલી

ખેડૂત પોતે જ પોતા નો વકીલ શેઢા પાળા ના કજિયા ટાળો કાયદા વિંદ રમણિક કોટડીયા ની રામવન ખાતે ખેડૂત શિબિર યોજાય

રાજકોટમાં આજી ડેમથી આગળ રામવન ખાતે કાયદા વિંદ રમણિક કોટડીયા ની અધ્યક્ષતા માં ખેડૂત જાગૃતિ શિબિર યોજાય  જગતના તાત એવા ખેડૂતો માટે રેવન્યું વિભાગના નિષ્ણાંત વકીલ તેમજ ખેડૂતોના સાચા રાહબર એવા રમણીકભાઈ કોટડીયાના માગદર્શન નીચે  રામવન ખાતે ગુજરાત માં પાંચથી શિબિર માં પાંચસો કિલોમીટર દૂર થી પણ ખેડૂતો પધાર્યા રામવન વાડીમાં ખેતીને લગત રેવન્યુ વિભાગ માટે તમામ માહિતી માટે તાલીમ કેમ્પ યોજવામાં આવેલ. અને ખેડૂત પોતે જ પોતાના વકીલ બને અને સર્વે ભવન માંથી ખેડૂતોને સાધનિક કાગળ કેમ મેળવવા, ખેડૂતોએ કેવી રીતે અરજી કરવી. સર્વ ભવન માંથી ખેડૂતો શું શું મેળવી શકે.? તે બધી જ તમામ સવિસ્તૃત માહિતી આપી. આ સેમિનાર નોર્મલ ટોકન દરે બે દિવસ અને ૧- રાત્રી ચૈત્ર સુદ – ૮ અને ચૈત્ર સુદ -૯ એટલે ભગવાન શ્રીરામ ચંદ્ર ભગવાનનો જન્મદિવસ ઉપર આ તાલીમ કેમ્પનું આયોજન થયેલ. આ તાલીમ કેમ્પમાં ગુજરાતના ખેડૂતો તેમજ ખેડૂતો તેમજ ખેતીના હિત ચાહકો નિવૃત અધિકારીગણ, ડોક્ટર, તેમજ નવયુવાન ખેડૂતો અને ભારતીય કિસાન સંઘ બાબરા તાલુકા પ્રમુખ ભાનુભાઈ પાનશેરીયા અને સરધારથી ખેડૂત અગ્રણી વિનુભાઈ થોરીયા વગેરે ખેડૂતોએ હાજરી આપી.અને રામવનની ભૂમિમાં સવારના પહોરમાં જ રમણીકભાઈ ને બિરદાવ્યા.ત્યાર પછી સેમીનારમાં બધા ખેડૂતોએ લાભ લીધો.તેમજ ભારતીય કિસાન સંઘ બાબરા તાલુકા પ્રમુખ ભાનુભાઈ પાનશેરીયાએ જણાવ્યું હતું કે ભારત દેશ ખેતીપ્રધાન દેશ છે.અને ખેડૂતોના ખરા રાહબર રેવન્યું નિષ્ણાત વકીલ રમણીકભાઈ કોટડીયા એ ખેડૂતો ની વ્યથા સમજી સ્થળ ઉપર અવગત કરતા દરેક પ્રશ્નો ના સચોટ ઉકેલ માટે અવગત કર્યા હતા

Related Posts