ગુજરાત

ગુજરાત રાજ્યના શિક્ષકોનો અભિવાદન સમારોહ પૂર્વ કેન્દ્રીય કેબીનેટ મંત્રી પરશોત્તમભાઈ રૂપાલાના અધ્યક્ષ સ્થાને યોજાયો

સુરત રવિવારના સાંજના પાંચ વાગ્યે ગુજરાત રાજ્યના શિક્ષકોનો અભિવાદન સમારોહ પૂર્વ કેન્દ્રીય કેબીનેટ મંત્રી અને રાજકોટના સાંસદ પરશોત્તમભાઈ રૂપાલાના અધ્યક્ષ સ્થાને યોજાઈ ગયો. મનોરથ પાર્ટી પ્લોટમાં યોજાયેલ કાર્યક્રમમાં વિવિધ ક્ષેત્રોમા સંકળાયેલ ઉદ્યોગપતિઓ , કેળવણીકારો તથા રાજસ્વ મહાનુભાવોની હાજરીમાં કાર્યક્રમ સંપન્ન થયો.

સંસ્થાના પ્રમુખ અને સુરતમાં રોડ કોન્ટ્રાક્ટર તરીકે જાણીતા મુકેશભાઈ ધામેલિયાએ સૌને આવકાર્યા હતાં. સંસ્થાના સ્થાપક ટ્રસ્ટી રાઘવભાઈ ડાભીએ મનુભાઈ પંચોળી અને ફેળવણીકાર નાનાભાઈ ભટ્ટના નામે શા માટે એવોર્ડ અપાય છે તેની જ્ઞાન સભર માહિતી આપી હતી.

રૂપાલા સાહેબ દ્વારા શિક્ષકો ને અભિનંદન સાથે બુનિયાદી શિક્ષણ તરફ પાછા ફરવા જણાવ્યું હતું. બિન સાંપ્રદાયિક ધોરણે અપાતા બન્ને એવોર્ડ માટે સમગ્ર ઉત્કર્ષ કેળવણી ટ્રસ્ટ ના ટ્રસ્ટીઓને અભિનંદન પાઠવ્યા હતાં.

આ કાર્યક્રમના પ્રધાન વક્તા તથા સાહિત્યકાર શ્રી મહેશભાઈ પઢારિયાએે નાનાભાઈ ભટ્ટ તથા મનુભાઈ પંચોળીનાં કેળવણીનાં સિદ્ધાંતોની વાત કરી હતી. માતૃભાષામાં શિક્ષણ , શ્રમ સાથે હાથ પગની કેળવણી પર ભાર મૂક્યો હતો. પ્રેમ તથા સંવેદના પ્રગટે તેવા શિક્ષણની હિમાયત કરી હતી.

આ કાર્યક્રમમાં  શ્રી બાબુભાઈ જીરાવાળા તથા શ્રી ડૉ. અલ્પેશકુમાર પીપળીયાને વિશિષ્ટ સન્માનથી નવાજવામાં આવ્યા હતાં.

રાજ્યના કુલ આઠ શિક્ષકોને શ્રી મનુભાઈ પંચોળી – સોક્રેટીસ સન્માન તથા ચાર આચાર્યોને શ્રી નાનાભાઈ ભટ્ટ – અગસ્ત્ય સન્માનથી સન્માનિત કર્યા હતાં.

સમગ્ર કાર્યક્રમનું સંકલન શ્રી રજનીશ ખેની, યોગેશ જસાણી, વિવિધ સ્વેચ્છિક સંસ્થાઓએ કર્યું હતું.

કાર્યક્રમમાં શ્રી ઘનશ્યામ ખૂંટ , પુનીત ભાઈ કુંભાણી શ્રી શ્રેયાંસ સવાણી , રવિ સવાણી તથા વિજય માંગુકીયા તથા રોટરી કલબના આગેવાનો , રોટરેક્ટ ક્લબના મહાનુભાવો ,શિક્ષણ સમિતીના સદસ્ય શ્રી વિનોદભાઈ ગજેરા ,શ્રી નિરંજનાબેન જાની, શ્રી રાકેશભાઈ ભીકડીયા તથા શ્રી અરવિંદભાઈ કાકડિયાએે શુભેચ્છાઓ આપી હતી.સમગ્ર કાર્યક્રમનાં મુખ્ય દાતાશ્રી તથા ઉત્કર્ષના પ્રમુખશ્રી મુકેશભાઈ ધામેલીયા એ સૌનો આભાર વ્યક્ત કર્યો હતો.કાર્યક્રમના અંતે શ્રી બુટાણી સાહેબે આભાર વિધિ કરી કાર્યક્રમ પૂર્ણ જાહેર કર્યો હતો.

Related Posts