ગુજરાત

જસદણ ખાતે એટ ધીસ ટાઇમ મીડિયા લિમીટેડની પ્રથમ બ્રાન્ચનું ડો. ભરતભાઈ બોઘરના હસ્તે ઇનોગ્રેશન યોજાયું પ્રથમ સ્ટેજમાં ગુજરતના દરેક તાલુકા મથક પર ખુલશે બ્રાન્ચ

એટ ધીસ ટાઇમ મીડિયા જે રાજકોટ જિલ્લાના જસદણ ખાતે ૧૫ ઓગસ્ટ ૨૦૦૮ માં શરૂ થયેલ અને મીડિયાના વિવિધ ક્ષેત્રે તે હાલમાં કામ કરી રહ્યું છે. એટ ધીસ ટાઇમ મીડિયા અલગ અલગ દસ વિભાગોમાં કામ કરી રહ્યું છે. જેમાં મુખ્ય છે સમાચાર એપ, બુક વિભાગ, મેગેઝીન વિભાગ, વાઇરલ અને ઇવેન્ટ, બ્રાંડિગ, મેગેઝિન, આઉટડોર પબ્લિસિટી, વગેરે નાના મોટા ઘણા અલગ અલગ વિભાગો માટે કામ કરી રહ્યું છે. એટ ધીસ ટાઇમ એક એવું મિડીયા પ્લેટફોર્મ છે જે ગ્રામ્ય ક્ષેત્રે પોતાનું મહત્તમ પ્રદાન આપે છે. આજે જસદણ, બોટાદ, મહુવા, ગાંધીનગર, મહુવા, વગેરે જેવા તાલુકાઓમાં એટ ધીસ ટાઇમની હાજરી છે. એટ ધીસ ટાઇમ મીડિયાનો સંકલ્પ છે કે તેઓ ભવિષ્યમાં ભારત ભરમાં ૬૨૦૦ અલગ અલગ તાલુકા મથકમાં પોતાની બ્રાન્ચ ઓફિસર શરૂ કરીને લોકોને સમાચાર દ્વારા સેવાઓ પૂરી પાડશે. કહેવાય છે કે હિમાલય પર પહોંચનાર માણસે પણ એક વખત તો પ્રથમ ડગ માંડ્યું જ હશે એ મુજબ આ ૬૨૦૦ બ્રાન્ચ ઓફિસોમાંની પ્રથમ બ્રાન્ચ ગુજરાત રાજ્યમાં સૌરાષ્ટ્રના રાજકોટ જિલ્લાના જસદણ ખાતે તા. ૫ એપ્રિલ ૨૦૨૫ શનિવારના રોજ ડો. ભરતભાઈ બોઘરાના હસ્તે ઇનોગ્રેશન યોજાયું હતું. જેમાં કંપની ચેરમેન સુભાષ ડોબરીયા ડાયરેક્ટર હર્ષદ ચૌહાણ, સાગર ટાઢાણી, બોટાદ બ્રાન્ચ મેનેજર અજય ચૌહાણ તેમજ જસદણ બ્રાન્ચ મેનેજર રોહિત ચૌહાણ, સહિતની એટ ધીસ ટાઇમ ટીમ ઉપસ્થિતિ રહી હતી. આ આનંદના અવસર પર એટ ધીસ ટાઇમ ના સમગ્ર ટીમ મેમ્બરોએ જસદણની સર્વે જનતાને તેમજ એટ ધીસ ટાઇમના ગુજરાતના ખૂણે ખૂણે વસેલા વાચક મિત્રો આમંત્રણ ને માન આપી આ અવસરે પધારીને શોભામાં અભિવૃદ્ધિ કરી હતી.

Related Posts