સ્ફટિક મણી શિવજી ભવનાથ મહાદેવ બિરાજે છે તેવા શિવકુંજ ધામ -અધેવાડા ખાતે ભાવથી યોજાયો પ્રથમ પાટોત્સવ .

ભાવનગર શહેર નજીકના શિવકુંજ ધામ, અધેવાડા ખાતે સ્થિત ભવનાથ મહાદેવ – ભૂરખિયા હનુમાનજી – સિદ્ધિ વિનાયકદેવનો પ્રથમ પાટોત્સવ મહા સુદ – પૂર્ણિમાંને તા. ૧૨- ૨ ને બુધવારે ખુબ દિવ્યતાથી ભાવ પૂર્વક યોજાયો હતો.આ પ્રથમ પાટોત્સવમાં પ્રતિષ્ઠિત તમામ દેવોનું યજમાનશ્રીઓ દ્વારા ષોડશોપચાર પૂજન અને પંચકુંડી યજ્ઞમાં આહુતી આપીને મહાઆરતી અને દિપમાળથી ભાવપૂજન કરવામાં આવ્યું હતું, માદ્ય પૂર્ણિમાના પાવન પર્વે શિવકુંજ આશ્રમ ખાતે પૂ. સંત શ્રી સીતારામબાપુએ આશિષ આપતાં જણાવેલ કે ઈશ્વરનો અનુગ્રહ થાય ત્યારે ગુરૂ મળે છે અને ગુરૂ ની કૃપા થાય ત્યારે સત્સંગ સફળ થાય છે. શિવકુંજ ધામ એ ગુરુકૃપાનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. માદ્ય પૂર્ણિમા થી પવિત્ર થઈને તન-મન ઘન નિર્મળ બનો અને સૌમાં પ્રભુ પ્રાર્થના માટેની તાલાવેલી લાગે તેવી આશિષ આપેલ.આ પ્રસંગે વિદ્વાન પ્રોફે. ડો. વસંત પરીખે વિશેષ વક્તવ્ય રજુ કરેલ
Recent Comments