ઉર્જા અને કાયદો રાજ્ય મંત્રી શ્રી કૌશિકભાઈ વેકરીયાના વરદ્હસ્તે આજરોજ અમરેલી જિલ્લાના અમરેલી તાલુકા, કુંકાવાવ-વડીયા તાલુકાના વિવિધ ગ્રામ્ય વિસ્તારોમાં વિવિધ વિકાસકામોના ખાતમુહૂર્ત-લોકાર્પણના કાર્યક્રમો યોજાયા હતા.
રાજ્યમંત્રીશ્રીએ સરકારી વસાહત-અમરેલી સ્થિત સુખનિવાસ કોલોની ખાતે પ્રાથમિક શાળાના નવા બિલ્ડિંગનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, અંદાજે રૂ. ૬૫ લાખના ખર્ચે પ્રાથમિક શાળાનું અદ્યતન બિલ્ડિંગ આકાર પામશે. બાળકોને શિક્ષણ માટે ઉત્તમ સુવિધા પ્રાપ્ત થશે.
ઉપરાંત અમરેલી સ્થિત ભોજલપરા ખાતે અંદાજે રૂ. ૬૮ લાખના ખર્ચે તૈયાર થયેલ પ્રાથમિક શાળાના નવા અદ્યતન બિલ્ડિંગનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. અહીં સ્માર્ટ ક્લાસ રૂમ સહિતના વિવિધ ક્લાસરૂમમાં રાજ્યમંત્રી શ્રી કૌશિકભાઈ વેકરીયાએ મુલાકાત લીધી હતી અને સુવિધાઓ નિહાળી હતી.
અમરેલી ખાતે પ્રાથમિક શાળાના નવા બિલ્ડિંગના ખાતમુહૂર્ત અને લોકાર્પણ પ્રસંગે અગ્રણી શ્રી અતુલભાઈ કાનાણી, અમરેલી તાલુકા પંચાયત હોદ્દેદારશ્રીઓ, અમરેલી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના પ્રમુખશ્રી, સભ્યશ્રીઓ, શાળાના આચાર્યશ્રી,શિક્ષકશ્રીઓ, બાળકો ઉપસ્થિત રહ્યા હતા.


















Recent Comments