ઉર્જા અને કાયદો રાજ્ય મંત્રી શ્રી કૌશિકભાઈ વેકરીયાના વરદ્હસ્તે આજરોજ અમરેલી જિલ્લાના અમરેલી તાલુકા, કુંકાવાવ-વડીયા તાલુકાના વિવિધ ગ્રામ્ય વિસ્તારોમાં વિવિધ કામોના ખાતમુહૂર્ત-લોકાર્પણના કાર્યક્રમો યોજાયા હતા.
રાજ્યમંત્રીશ્રીએ અમરેલીના રાંઢિયા ખાતે રસ્તાના વાઈડનીંગ, સ્ટ્રેન્ધનીંગના વિકાસકામનું ખાતમુહૂર્ત કર્યું હતું. ઉલ્લેખનીય છે કે, માર્ગ અને મકાન વિભાગ-રાજ્ય હેઠળ અંદાજે રૂ. ૩૬ કરોડના ખર્ચે નવો સી.સી. રોડ બનશે. જેમાં હયાત રોડ ૭ મીટર પહોળો કરવામાં આવશે. ઉપરાંત સ્ટ્રક્ચર-રિકન્સ્ટ્રક્શન અને રોડ સેફ્ટીને લગત ફર્નિચરની કામગીરી પણ કરવામાં આવશે. ગ્રામ્ય કક્ષાએ નવો સી.સી. રોડ નાગરિકોની જનસુવિધાઓમાં વધારો કરશે. વાહન ચાલકોને સુગમતા સાથે સગવડતા પ્રાપ્ત થશે.
રાંઢિયા મુકામે નવા સી.સી. રોડના ખાતમુહૂર્ત પ્રસંગે અગ્રણી શ્રી અતુલભાઈ કાનાણી, અમરેલી તાલુકા પંચાયત હોદ્દેદારશ્રીઓ, રાંઢિયા સરપંચશ્રી, સભ્યશ્રીઓ, માર્ગ અને મકાન વિભાગ-રાજ્યના અમરેલી નાયબ કાર્યપાલક ઈજનેરશ્રી સહિત પદાધિકારીશ્રીઓ, અધિકારીશ્રીઓ, બહોળી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

















Recent Comments