રાષ્ટ્રીય

અંતિમ સંસ્કાર કેન્દ્ર હવે અંતિમ સંસ્કાર પણ કંપની કરી આપશે.  જરા વિચારો, આપણો સમાજ ક્યાં જઈ રહ્યો છે? . ૨૦૦૦ કરોડ નો બિઝનેસ ૫૦ નફો થઈ ગયો છે

અંતિમ સંસ્કાર કેન્દ્ર હવે અંતિમ સંસ્કાર પણ કંપની કરી આપશે.જરા વિચારો, આપણો સમાજ ક્યાં જઈ રહ્યો છે? એક એક્ષિબીશનમાં અંતિમ સંસ્કારની સેવા પુરી પાડતી એક કંપનીનો સ્ટોલ જોવા મળ્યો. ભારતના માનવીય મૂલ્યોને શરમાવે તેવી આ બાબત છે. કંપનીની સભ્યપદ ફી રૂ. ૩૭૫૦૦/- છે. જેમાં પૂજારી, વાળંદ, કાંધિયા, સાથે ચાલનાર, રામ નામ સત્ય બોલનાર, બધા કંપનીના હશે. તદુપરાંત, કંપની પોતે જ અસ્થી પધરાવશે. આ દેશની એક નવી સ્ટાર્ટ અપ કંપની છે, જેણે ૫૦ લાખ રૂપિયાનો નફો કરી ચુકી છે. ભવિષ્યમાં તેનું ટર્નઓવર ૨૦૦૦ કરોડ રૂપિયા સુધી પહોંચે તેવી શક્યતા છે. કારણ કે કંપની જાણે છે કે ભારતમાં સંબંધો જાળવવા માટે કોઈની પાસે સમય નથી.  ન તો તેના પુત્ર સાથે, ન તેના ભાઈ સાથે, ન કોઈ અન્ય સંબંધીઓ સાથે.હજુ એકવાર વિચારી લેજો, બાકી બચ્યું એ કેવી રીતે જીવવું છે ? દુનિયા ને તમે શું આપી શકો છો ? તમારા બાદ તમારું શું થશે ? કેવી રીતે, કયા કારણોસર દુનિયા તમને યાદ કરશે ?

Related Posts