સાવરકુંડલા તાલુકાના ઘાડલા ગામેથી ચીખલી માર્ગ ઉપર આવેલ રેલવે ફાટક 95 સી ઝેડ ઈ નંબરનું ફાટક સાંજના ૮-૦૦ થી સવારના ૮ સુધી સદંતર બંધ રહેતું હોય છે આસપાસના ખેડૂતો અને તેમના મજૂરો વાડીએ રહેતા હોય અને આ રોડ પરથી નાના મોટા વાહનો પસાર થતા હોય વાડીએ રહેતા મજૂરોને ઈમરજન્સી હોસ્પિટલ માટે જવું હોય તો 108 પણ ન મળી શકે તેવી પરિસ્થિતિ નિર્માણ થવા પામેલ છે માણસ ત્યાં ને ત્યાં મૃત્યુ પામતા હોય છે તેવી પરિસ્થિતિ રેલવેની બેદરકારીને કારણે ઊભી થવા પામી છે તો તાત્કાલિક અસરથી આ ફાટક ઉપર માણસોને મુકવામાં આવે અને ફાટક ખુલ્લું રહે તેવી પરિસ્થિતિ માં ખેડૂતો તેમજ શ્રમિકોને રાહત થાય એવી તાત્કાલિક નિરાકરણ લાવવા લોક માંગ ગોઠવા પામેલ છે એમ અનિરુદ્ધ ત્રિવેદીએ એક યાદીમાં જણાવ્યું હતું
સાવરકુંડલા તાલુકાના ઘાંડલા ગામેથી ચીખલી રોડ વચ્ચે આવેલ ફાટક સાંજના ૮ થી સવારના ૮ સુધી બંધ…


















Recent Comments