ગુજરાત

રાજસ્થાનના બ્રોકરને યુવતીએ હનીટ્રેપમાં ફસાવી ૪ લાખનો ચુનો લગાવ્યો

રાજેસ્થાનના રિયલ એસ્ટેટના બ્રોકરને યુવતીએ પ્રોપટી જાેવાના બહાને બોલાવીને હનીટ્રેપમાં ફસાવી ૪ લાખની લૂંટ કરી. નરોડા પોલીસે હનીટ્રેપ અને લૂંટ કેસમાં ગુનો નોંધી એક આરોપીની ધરપકડ કરી. રાજસ્થાનના બાલોતરામાં રહેતા મુકેશભાઈ ગેહલોત રિયલ એસ્ટેટનું કામ કરે છે. બિઝનેસ એપ્લિકેશન મારફતે પ્રોપર્ટીનો ધંધો કરે છે. આ રિયલ એસ્ટેટના બિઝનેસને લઈને જુદા જુદા રાજ્યોમાં પ્રોપટી જાેવા જતા હોય છે. થોડા સમય પહેલા મુકેશભાઈને અજાણ્યા નંબર પરથી વોટ્‌સએપ કોલ આવ્યો હતો. જેમાં શીતલ પટેલની મહિલાએ પોતે નિકોલમાં રહે છે તેવું કહીને પ્રોપટી બતાવવાનું કહ્યું હતું.
મુકેશભાઇ ૧૬ નવેમ્બરે અમદાવાદ આવ્યા એટલે શીતલ પટેલ ને કોલ કર્યો હતો.

જેથી શીતલ પટેલ અને તેની મિત્ર મુકેશ ભાઈને મળી હતી. તેમણે મોલમાં ખરીદી કરીને નાસ્તો કર્યો, ત્યાર બાદ નરોડા કેનાલ નજીક કારમાં વાત કરતા હતા ત્યારે ક્રેટા ગાડીમાં ૩ શખ્સો આવ્યા અને મુકેશભાઈને ધમકાવવા લાગ્યા અને એક શખ્સે કહ્યું કે તું મારી પત્ની શીતલ સાથે શું કરે છે. તેનું અપહરણ કરીને કારમાં બેસાડી છે. મારી પત્ની સાથે દુષ્કર્મ કેમ કર્યું કહીને કાર ઇન્દોર હાઇવે પર લઈ ગયા હતા અને દુષ્કર્મની ફરિયાદ કરીશું તેવું કહીને સમાધાન માટે રૂ ૫૦ લાખની માંગણી કરી હતી, પરંતુ મુકેશભાઈએ એક લાખની રોકડ મિત્ર પાસેથી મંગાવી હતી. જેથી આરોપીઓએ ગળા પર છરી રાખીને ૧ લાખ રોકડ અને પહેરેલા રૂ ૩ લાખના સોનાના દાગીના સહિત રૂ ૪ લાખની લૂંટ કરીને દહેગામ મુકેશભાઈને ઉતારીને કાર આપી ફરાર થઇ ગયા હતા.

પોલીસ તપાસમાં સામે આવ્યું કે પકડાયેલ આરોપી જયરાજસિંહ બોરીયા હનીટ્રેપનો સભ્ય છે. હનીટ્રેપનો માસ્ટર માઈન્ડ બોટાદનો મંગળુ ખાચર છે. આ મંગળુએ વિજય ઉર્ફે ભીખો અને શીતલ પટેલ ઉર્ફે હિના તેમજ એક અજાણી મહિલાની ગેંગ બનાવી હતી. આ હનીટ્રેપ ગેગ બિઝનેશ એપ્લિકેશન કે સોસીયલ મીડિયા મારફતે પૈસાદાર લોકોને ટાર્ગેટ કરતા હતા. મિત્રતા કરવાના બહાને બોલાવીને અવાવરું સ્થળે લઈ જઈને દુષ્કર્મની ધમકી આપીને પૈસા પડાવતા હતા. આરોપી મંગળુ ખાચર વિરુદ્ધ આ મોડ્‌સ ઓપરેન્ડીથી અગાઉ અનેક ગુના નોંધાયા હતા. નરોડા પોલીસે લૂંટ કરનાર હનીટ્રેપ ના પાંચ સભ્યો વિરુદ્ધ ગુનો નોંધીને એક આરોપીની ધરપકડ કરી છે.

Related Posts