અમરેલી

સાવરકુંડલા ના ગોસ્વામી પરીવારે પિતાનું શક્તિ પૂજન હોવા છતાં મતદાન કરી લોકશાહી ના પૂર્વ ની ઉજવણી કરી.

 સાવરકુંડલા નગરપાલિકા ના વોર્ડ નંબર ત્રણ ના એક સદસ્ય માટે ની સામાન્ય ચૂંટણી હોવાથી સાવરકુંડલા નગરપાલિકા ના વોર્ડ નંબર ત્રણના મહાદેવ વાળી શેરી માં રહેતા નિલેશપરી ગોસ્વામી અને કેતનપરી ગોસ્વામી ના પિતાશ્રી હરદેવપરી બાપુ નું દુઃખદ અવસાન થયેલ તેમનું શક્તિ પૂજન ભંડારો, બારમું હોવાથી સાવરકુંડલા શહેરમાં વસતા દશનામ ગોસ્વામી સમાજ ના ભાઈઓ બહેનો, સંતો, મહંતો તેમજ ગોસ્વામી પરિવાર ના બહારગામ થી મોટી સંખ્યામાં આવેલ સગા સંબંધી ઓની વચ્ચેથી ટાઈમ કાઢીને લોકશાહી ના પર્વ અને અવશ્ય મતદાન માટે નિલેશપરી ગોસ્વામી, તેમના પત્ની, તેમના બે દીકરા દીપ, હર્ષ તેમજ તેમના માતૃશ્રી મંજુલાબેન, કેતનપરી ગોસ્વામી તેમના પત્ની દિવ્યાબેન, પુત્ર દક્ષ અને તેમની પુત્રીએ એમ કુલ નવ લોકોએ સંપૂણ પરિવાર સાથે પોતાના પિતા નું અવસાન બાદ તેમનું બારમું હોવા છતાં મતદાન કર્યું હતું.

Related Posts