મધ્ય ગુજરાત જન આક્રોશ યાત્રા (દિવસ ૪)
• સરકાર ગરીબોના ઘર પર બુલડોઝર ફેરવે છે પણ 2027માં ભાજપ ઉપર જનતાનું બુલડોઝર ફરી વળશે :
શ્રી અમિતભાઈ ચાવડા
• અરવલ્લીની ગીરીમાળાનો ૯૦ ટકા હિસ્સો મૂડીપતિઓ અને ખનન માફિયાઓ લૂંટીને લઈ જવાના છે ત્યારે તેની સામે “અરવલ્લી બચાવો અભિયાન” થકી કોંગ્રેસ છેલ્લી નિર્ણાયક લડાઈ લડશે. શ્રી અમિતભાઈ ચાવડા
• અરવલ્લી ગીરીમાળા એ સદીઓથી આ પ્રકૃતિનું જતન કરે છે. જમીનમાં જે પાણી રિચાર્જ થાય છે એનો મુખ્ય સ્ત્રોત છે, પર્યાવરણને જાળવે છે, તેના કારણે અનેક લોકોની જિંદગીઓને ખુશહાલ છે : શ્રી અમિતભાઈ ચાવડા
• ગિફ્ટ સિટીમાં અન્ય રાજ્યોના પ્રવાસીઓને દારૂની છૂટ એ ગુજરાતમાં દારૂબંધીનો કાયદો નબળો બનાવવાનો કારસો : શ્રી અમિતભાઈ ચાવડા
• ગુજરાતમાં દારૂબંધીનો કાયદો છે, પીવાનું પાણી નથી મળતું પણ દારૂની રેલમછેલ થાય છે:શ્રી અમિતભાઈ ચાવડા
• અમૂલદૂધ સંઘોમાં નોકરી અને કોન્ટ્રાક્ટમાં ચાલતો ભ્રષ્ટાચાર ખુલ્લો પાડીશું : શ્રી અમિતભાઈ ચાવડા
• કોંગ્રેસના શાસનમાં ઊભા કરાયેલા નફાકારક જાહેર સાહસો માનિતા ઉદ્યોગપતિઓને આપ્યા બાદ અરવલ્લી જેવી ઐતિહાસિક પર્વતમાળાને પણ ઉદ્યોગપતિઓને સમર્પિત કરવાની તૈયારીમાં સરકાર : ડૉ તુષારભાઈ ચૌધરી
• કોંગ્રેસે ૬૦ વર્ષમાં શું કર્યું? એવો પ્રશ્ન પૂછનાર ભાજપ સરકારે છેલ્લા વર્ષોમાં દેશ અને ગુજરાતની જનતા માટે શું કર્યું તે જણાવે. ડો તુષારભાઈ ચૌધરી
• વિકાસના નામે ઉદ્યોગો માટે જમીન અપાતા આદિવાસી પરિવારોને બળજબરીથી સ્થળાંતરિત કરવામાં આવી રહ્યા છે, જે બંધારણીય હકો અને વન અધિકાર કાયદાનું ખુલ્લું ઉલ્લંઘન છે. : ડો તુષારભાઈ ચૌધરી
જન આક્રોશ યાત્રાના ચોથા દિવસની શરૂઆત કણઝરી ગામથી શરૂ કરવામાં આવી ત્યારબાદ યાત્રા બોરીયાવી, લાંભવેલ, આણંદ શહેર, વલ્લભ વિદ્યાનગર, કરમસદ, વલાસણ, ઢેબાકૂવા, બાંધણી, સોજીત્રા, તારાપુર, સાયમા, કાણીસા, ઉદેલ, કલમસર, ડાલી ચોકડી, અમીયાદ, કઠાણા માર્ગે બોરસદ તરફ આગળ વધી. યાત્રા દરમિયાન રસ્તામાં સ્થાનિક નાગરિકો દ્વારા ઠેરઠેર યાત્રાનું ભવ્ય સ્વાગત અને જાહેરસભાઓમાં જનસમર્થન જોવા મળ્યું.
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ શ્રી અમિતભાઈ ચાવડા વિધાનસભા વિરોધ પક્ષના નેતા ડોક્ટર તુષાર ચૌધરી સહિતના નેતાઓએ જાહેર સભાઓના માધ્યમથી લોકોના આક્રોશ ને વાચા આપી હતી.
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ શ્રી અમિતભાઈ ચાવડાએ જણાવ્યું હતું કે જન આક્રોશ યાત્રાના પહેલા દિવસથી આખા ગુજરાતની એક-એક મહિલાઓ દર્દ સાથે, પીડા સાથે, આક્રોશ સાથે કહી રહી છે કે ગુજરાતમાં દારૂબંધીનો કાયદો છે, પીવાનું પાણી નથી મળતું પણ દારૂની રેલમછેલ થાય છે.
બુટલેગરો દારૂ અને ડ્રગ્સના હપ્તા ગાંધીનગરમાં પહોંચાડે છે એના કારણે એનો કોઈ વાળ પણ વાંકો કરી શકતા નથી. આજે એક બાજુ સરકાર પાછલા બારણે દારૂબંધીના કાયદાને નબળો પાડી રહી છે. ગિફ્ટ સિટીમાં બીજા કોઈપણ રાજ્યનો, બીજા કોઈપણ દેશનો માણસ કોઈપણ જાતની મંજૂરી વગર દારૂ ખરીદી શકશે, દારૂ પી શકશે, દારૂનું વહન કરી શકશે એવી છૂટ આપે છે. અને બીજી બાજુ આજે તમે જોયું હોય તો દેશના ગૃહમંત્રી અમિત શાહના મતક્ષેત્રમાં સાણંદમાં એક વાહન પલટી ખાય છે, એમાં આખું દારૂની રેલમછેલ થાય છે. દારૂની પેટીઓ ભરેલું આખું વાહન બોર્ડર ક્રોસ કરીને સાણંદ સુધી, ગૃહમંત્રીના પોતાના ક્ષેત્ર સુધી પહોંચે છે પણ આ ભાજપની ડબલ એન્જિનની સરકારની પોલીસ, એના પેલા સંસ્કારી ગૃહમંત્રીને ખ્યાલ નથી આવતો.
જ્યારે વાહન પલટી થાય છે ત્યારે આખી દુનિયા જોવે છે કે ગુજરાતમાં દારૂબંધીનો કાયદો ખાલી કાગળ પર છે, દારૂની રેલમછેલ ગલીએ ગલીએ છે. હપ્તા રાજને કારણે યુવાધન બરબાદ થઈ રહ્યું છે. ગૃહમંત્રી અમિતભાઈ શાહને જો થોડી પણ શરમ હોય, થોડી પણ એમને ગુજરાતના યુવાનોની ચિંતા હોય, થોડી પણ ગુજરાતની બહેન-દીકરીઓની ચિંતા હોય તો આ એમની સરકારની હપ્તાખોરી પર કંટ્રોલ લાવે. આ દારૂની રેલમછેલ ગૃહમંત્રીના વિસ્તારમાં આજે આખી દુનિયા જોઈ રહી છે.”
પ્રદેશ પ્રમુખ શ્રી અમિતભાઈ ચાવડાએ જણાવ્યું હતું કે અરવલ્લીની ગીરીમાળા એ કોઈ ખાલી પર્વત નથી. દિલ્હી NCR થી શરૂ કરીને ગુજરાત સુધી આખી જે ગીરીમાળા છે એ સદીઓથી આ પ્રકૃતિનું જતન કરે છે. જમીનમાં જે પાણી રિચાર્જ થાય છે એનો મુખ્ય સ્ત્રોત છે, પર્યાવરણને જાળવે છે, અનેક લોકોની જિંદગીઓને ખુશહાલ કરવાનું કામ આ પવિત્ર ગીરીમાળાના માધ્યમથી થયું છે.
લોકોની ધાર્મિક આસ્થા જોડાયેલી છે. જળ, જંગલ અને જમીનના મૂળ નિવાસી આદિવાસી સમાજે તેનું જતન કર્યું છે અને આજે સરકાર મુઠ્ઠીભર મૂડીપતિઓ માટે, તેમના માનીતા ઉદ્યોગપતિઓને કમાવવા માટે, બેફામ રીતે ખનન કરી શકાય, કુદરતી સંપત્તિની લૂંટ ચલાવી શકાય એટલા માટે ક્યાંક કોર્ટોમાં સરકારના રિપોર્ટના આધારે જે તેની ડેફિનેશન (વ્યાખ્યા) બદલાઈ છે, જે ઉંચાઈના ધોરણો બદલાયા છે તેના કારણે જો નામદાર કોર્ટ એ નિર્ણય પાછો નહીં ખેંચે, એમાં સરકાર પોતે આગળ વધીને નિર્ણય પાછો નહીં ખેંચાવે તો પ્રકૃતિ નાશ થઈ જવાની છે.
અરવલ્લીની ગીરીમાળાનો ૯૦ ટકા હિસ્સો આ મૂડીપતિઓ અને ખનન માફિયાઓ લૂંટીને લઈ જવાના છે. ત્યારે તેની સામે કોંગ્રેસ પાર્ટી સખત શબ્દોમાં તેનો વિરોધ કરીએ છીએ. આવતીકાલથી કોંગ્રેસ પાર્ટી તમામ જે અરવલ્લી અમારો જિલ્લો છે, સાબરકાંઠા જિલ્લો છે, બનાસકાંઠા જિલ્લો છે એ વિસ્તારમાં ‘અરવલ્લી બચાવો’ અભિયાનની અમે શરૂઆત કરવા જઈ રહ્યા છીએ.
આ સરકારને પણ ચેતવણી આપવા માંગીએ છીએ કે તમારા મૂડીપતિ મિત્રો, તમારા માનીતા ઉદ્યોગપતિઓને લાભ કરાવવા માટે આ પ્રકૃતિને લૂંટવાનું બંધ કરો. જો નહીં કરો તો જનતા રસ્તા પર ઉતરી અને નેપાળ જેવી સ્થિતિ ગુજરાત અને દેશમાં થતા પણ વાર નહીં લાગે. હવે આ લૂંટ, આ લોકોને અન્યાય અને અત્યાચારની સીમા આવી ગઈ છે ત્યારે લોકોનો ગુસ્સો જે દેખાઈ રહ્યો છે એમાં કોંગ્રેસ પાર્ટીનો એક-એક કાર્યકર અરવલ્લી બચાવવાના અભિયાનમાં છેલ્લી નિર્ણાયક લડાઈ લડવા માટે તૈયાર છે.
સહકારી સંસ્થાઓમાં મોટાપાયે ગેરવહીવટ ચાલે છે ભાજપ અને એમના મળતિયાઓ ખુલ્લેઆમ લૂંટ ચલાવી રહ્યા છે સરકારી નોકરીઓમાં તો ગેરરીતિઓ થાય છે જે જગજાહેર છે પણ સહકારી સંસ્થાઓમાં પણ પૈસા લઈને નોકરીઓ આપવામાં આવે છે આણંદમાં જ અમૂલ જેવી સંસ્થામાં જનતા ખુદ કહે છે કે નોકરી માટે 35 લાખ રૂપિયાનો ભાવ ચાલે છે વધુમાં આ નિર્દયી સરકાર ગરીબોના ઘર પર બુલડોઝર ફેરવે છે પણ 2027માં ગુજરાતની જનતાનું બુલડોઝર આ ભાજપના એક એક કમલમના કાર્યાલય પર ફરવાનું છે અને જનતા ભ્રષ્ટાચારના પૈસાથી બનેલા કમલમના કાર્યાલયોનો હિસાબ કરશે
ગુજરાત વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા ડો. તુષાર ચૌધરીએ જન આક્રોશ યાત્રા દરમિયાન ભાજપ સરકાર પર ગંભીર આરોપ લગાવતા જણાવ્યું કે, “કોંગ્રેસે ૬૦ વર્ષમાં શું કર્યું?” એવો પ્રશ્ન પૂછનાર ભાજપ સરકારે છેલ્લા વર્ષોમાં ગુજરાતની કુદરત, જમીન અને લોકો સાથે શું કર્યું છે તેનો જવાબ આપવો જોઈએ.
ડો. ચૌધરીએ જણાવ્યું કે કોંગ્રેસના શાસનમાં ઊભા કરાયેલા જાહેર સાહસો આજે પણ નફાકારક હોવા છતાં સરકાર તેને પોતાના મનપસંદ ઉદ્યોગપતિઓને સોંપી રહી છે. ગાયોના ગોચરો વેચાયા બાદ હવે અરવલ્લી જેવી ઐતિહાસિક પર્વતમાળાને પણ ઉદ્યોગપતિઓ સાથે સોદાની દૃષ્ટિએ જોવામાં આવી રહી છે, જે ગુજરાતના પર્યાવરણ અને આદિવાસી સમાજ માટે અત્યંત ગંભીર ખતરો છે.
તેમણે કહ્યું કે અરવલ્લી પર્વતમાળા માત્ર પહાડોની શ્રેણી નથી, પરંતુ ઉત્તર અને મધ્ય ગુજરાત માટે ભૂગર્ભ જળને પુનઃભરતી કુદરતી પ્રણાલી છે. અરવલ્લી પર અંધાધૂંધ ખનન અને ઉદ્યોગીકરણથી વરસાદી પાણીનો સંગ્રહ નાશ પામશે, જેના કારણે પીવાના પાણી અને ખેતી માટે ભવિષ્યમાં ગંભીર સંકટ ઊભું થશે.
ડો. ચૌધરીએ ચેતવણી આપતા જણાવ્યું કે અરવલ્લીના જંગલો નષ્ટ થવાથી એક તરફ પૂર અને બીજી તરફ દુષ્કાળ જેવી પરિસ્થિતિ સર્જાશે. આ ઉપરાંત અરવલ્લી ધૂળ અને રેતી અટકાવતી કુદરતી દીવાલ હોવાથી, તેનું વિનાશ થવાથી હવાના પ્રદૂષણમાં પણ ભારે વધારો થશે.
આદિવાસી હકોના મુદ્દે તેમણે જણાવ્યું કે અરવલ્લી વિસ્તારના જંગલો, જમીન અને પાણી આદિવાસી સમાજના જીવનનો આધાર છે. વિકાસના નામે ઉદ્યોગો માટે જમીન અપાતા આદિવાસી પરિવારોને બળજબરીથી સ્થળાંતરિત કરવામાં આવી રહ્યા છે, જે બંધારણીય હકો અને વન અધિકાર કાયદાનું ખુલ્લું ઉલ્લંઘન છે. તેમણે આરોપ લગાવ્યો કે સરકાર પર્યાવરણ મંજૂરીઓને માત્ર કાગળ પર પૂરતી રાખી રહી છે. જમીન પર વાસ્તવિક પર્યાવરણીય અને સામાજિક અસરના અભ્યાસ વિના ખનન અને ઉદ્યોગોને મંજૂરી આપવામાં આવી રહી છે, જે આવનારી પેઢી સાથે દ્રોહ સમાન છે.
કોંગ્રેસ સરકારના સમયની યાદ અપાવતા ડો. ચૌધરીએ જણાવ્યું કે ૧૯૮૦ના દાયકામાં માધવસિંહ સોલંકી દ્વારા લાવવામાં આવેલી મધ્યાહન ભોજન યોજનાએ ગરીબ અને વંચિત સમાજમાં શૈક્ષણિક ક્રાંતિ લાવી હતી. તેવી જ રીતે અમરસિંહ ચૌધરીના કાર્યકાળમાં ખેડૂતોને વીજળીમાં મોટી રાહત આપવામાં આવી હતી. કોંગ્રેસે હંમેશા માનવી, સમાજ અને કુદરતને કેન્દ્રમાં રાખીને વિકાસ કર્યો છે.
અંતમાં ડો. તુષાર ચૌધરીએ જણાવ્યું કે વિકાસ એવો હોવો જોઈએ કે જે પર્યાવરણ બચાવે, આદિવાસી હકોનું રક્ષણ કરે અને આવનારી પેઢીને શુદ્ધ હવા, પાણી અને જમીન આપે. “અરવલ્લી બચાવો એટલે ગુજરાત બચાવો” એમ કહેતાં તેમણે જનતાને જાગૃત બનવા અને પરિવર્તન માટે તૈયાર થવા અપીલ કરી.
ઉપરોક્ત જન આક્રોશ યાત્રામાં AICC ના મંત્રી અને સંગઠન પ્રભારી શ્રી રામકિશન ઓઝાજી, પૂર્વ ધારાસભ્ય શ્રી રાજેન્દ્રસિંહ પરમાર, શ્રી ભીખાભાઈ રબારી, શ્રી લાખાભાઈ ભરવાડ, Aicc મંત્રી શ્રી પલકબેન વર્મા,પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી નટવરસિંહ મહીડા, આણંદ જિલ્લા પ્રમુખ અલ્પેશભાઈ પઢિયાર, આણંદ શહેર પ્રમુખ શ્રી મહેશ સોલંકી, આગેવાન શ્રી યુનુસભાઈ મુખી, ડો પ્રકાશ પરમાર, શ્રી વિનુભાઈ સોલંકી, આણંદ જિલ્લા મહિલા પ્રમુખ શ્રીમતી રજનીકુમારી ભૃગુરાજસિંહ ચૌહાણ, ડૉ ઇરફાન રાઠોડ, મંગળસિંહ સોલંકી સહિતના આગેવાનશ્રીઓને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા…


















Recent Comments