કેનેડા સરકારે પરમેનન્ટ રેસિડન્સી સ્પોન્સરશિપ અરજીઓ અસ્થાયી રૂપે બંધ કરી દીધી છે. આ ર્નિણય ૨૦૨૩માં બાકી રહેલી અરજીઓના બેકલોગને દૂર કરવા માટે લેવાયો છે. કેનેડા સરકારે માતા-પિતા અને દાદા-દાદી માટે પરમેનન્ટ રેસિડન્સી સ્પોન્સરશિપ માટેની નવી અરજીઓ અસ્થાયી ધોરણે બંધ કરી દીધી છે. કેનેડા ગેઝેટમાં પ્રકાશિત સરકારી નિર્દેશ દ્વારા આ જાહેરાત કરવામાં આવી હતી. સરકારે કહ્યું છે કે તે કુટુંબના પુનઃ એકીકરણ માટે પ્રતિબદ્ધ છે,
પરંતુ હાલ માટે તે ગયા વર્ષે મળેલી અરજીઓની પ્રક્રિયા પૂર્ણ કરવા પર ધ્યાન કેન્દ્રિત કરશે. ઇમિગ્રેશન મિનિસ્ટર માર્ક મિલરનું કહેવું છે કે સરકારના ઇમિગ્રેશન અને ફેમિલી રિયુનિફિકેશનના ધ્યેયોને પહોંચી વળવા માટે આ પગલું શ્રેષ્ઠ રહેશે. આ ઉપરાંત, જૂની અરજીઓના બેકલોગને સાફ કરવા માટે અન્ય ઇમિગ્રેશન કેટેગરીમાં નવી સ્પોન્સરશિપ પણ અસ્થાયી રૂપે અટકાવવામાં આવી છે. સરકારની ત્રણ વર્ષની ઇમિગ્રેશન યોજના મુજબ, એકંદરે ઇમિગ્રેશનમાં ઘટાડો થશે, પરંતુ માતા-પિતા અને દાદા-દાદીની સ્પોન્સરશિપ દ્વારા આ વર્ષે ૨૪,૦૦૦ થી વધુ લોકોને પ્રવેશ આપવાનો હેતુ છે. ૨૦૨૪ માં, આ પ્રોગ્રામ હેઠળ અરજી સબમિટ કરવા માટે ૩૫,૭૦૦ લોકોની પસંદગી કરવામાં આવી હતી. જેમાંથી સરકારે ૨૦,૫૦૦ અરજીઓ સ્વીકારવાનો લક્ષ્યાંક રાખ્યો હતો. જાે કે, ૨૦૨૩ ના અંત સુધીમાં ૪૦,૦૦૦ થી વધુ સ્પોન્સરશિપ અરજીઓ બાકી હતી.
Recent Comments