ગુજરાત

રાજ્યપાલે પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા બાળકો સાથે સહજ સંવાદ કરી શિક્ષણનું મહત્ત્વ સમજાવ્યું

મહેસાણા જિલ્લાની બે દિવસીય મુલાકાત દરમિયાન રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ સતલાસણા તાલુકાના જસપુરિયા ગામે રાત્રિ સભા બાદ પ્રાથમિક શાળામાં રાત્રિ રોકાણ કર્યું હતું.

સવારે પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા બાળકો સાથે સહજ સંવાદ કરી રાજ્યપાલશ્રીએ બાળકોને શિક્ષણનું મહત્ત્વ સમજાવી ઉચ્ચ અભ્યાસ કરીને જશપુરીયા ગામનું અને દેશનું નામ રોશન કરવા શુભેચ્છાઓ પાઠવી હતી.  આ તકે શાળાના વિદ્યાર્થીઓએ રાજ્યપાલ શ્રી સાથે સંવાદ કરવાનો આનંદ વ્યક્ત કરી રાજ્યપાલશ્રીને હળની ભેટ આપી હતી.

આ મુલાકાત વેળાએ જિલ્લા કલેક્ટર શ્રી એસ.કે. પ્રજાપતિ, જિલ્લા વિકાસ અધિકારી શ્રી ડૉ હસરત જૈસમીન, જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી હિમાંશુ સોલંકી, નિવાસી અધિક કલેક્ટર શ્રી જશવંત કે. જેગોડા સહિતના ઉપસ્થિત રહ્યા હતા.

Related Posts