દામનગર ખાતે શ્રી લાઠી લીલીયા દામનગર ગોસ્વામી સમુહલગ્ન સમીતી આયોજિત સાતમા સમુહલગ્નનું ભવ્ય આયોજન તા.૨૨/૦૨/૨૦૨૬ ને રવિવારે દામનગર માર્કેટીંગ યાર્ડમાં યોજાયેલ સમારોહમાં અધ્યક્ષ જસુભારથીબાપુ ચોગઠ,ધર્મસંસદ અને ભાવનગર ગોસ્વામી છાત્રાલયના અધ્યક્ષ હસુપુરીબાપુ ,મનસુખપુરી ભાવનગર,જગદીશ ગીરી ભાવનગર,ડો.મનીષગીરી રાજકોટ,હરેશપુરી બાપજી પેંડા સાઢીડા મહાદેવ, ગોસ્વામી સમાચાર ના તંત્રી વિશાલભારથી,જયુબાપુ અઘેલાય મહંત,મહંત હરેશપ્રગટબાપુ દડવા, મહંત ભુપત ગીરી બાપુ દડવા, ઘનશ્યામગીરીજી ચોટીલા,ઓતમગીરીબાપુ જસદણ,ભોપાભાઇ રાજકોટ, ધારાસભ્ય જનકભાઈ તળાવીયા, જયેશભાઈ ઠાકર લાઠી,તાલુકા જીલ્લા ભાજપના રાજુભાઈ ભુવા, ભરતભાઈ પાડા, ધર્મેશભાઈ સોની,અનિલભાઈ નાઢા,દામનગર અગ્રણી કિશોરભાઇ ભટ્ટ સતીષગીરી ગોસ્વામી સંન્યાસી રતનભારથી તથા નામી અનામી સંતો,મહંતો, હોદેદારો, દાતાશ્રીઓ, દશનામ સમાજના સુરત અગ્રણી ભરતપુરી હાવતડ, ભજનિક શિવબાલક તેજસપુરી એડવોકેટ હિતેન્દ્રપુરી,હિતેશગીરી રૂપાવટીવાળા તેમજ દેવસ્થાન પુજારી મંડળ સુરતના મહંત જયંતીગીરીબાપુ ,મહંત મહેશગીરી ચલથાણ, મહંત વિપુલગીરી, મહંત શરદગીરી ક્રાંકચ તેમજ મહિલા અગ્રણીઓ મીનાબેન દામનગર, ભાવનાબેન ખેરડી રાજકોટ,રમાબેન ખાંભા સહિત સંતો મહંતો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહેલ,આ ભવ્ય અને દિવ્ય,યાદગાર સમુહલગ્ન માં ૯(નવ) નવદંપતીઓએ પ્રભુતામાં પગલાં પાડયાં હતાં,ખુબ જ ભવ્ય અને દિવ્ય આ સમુહલગ્ન માં ઉપસ્થિત લોકો તમામે ભરપેટ પ્રશંસા કરેલ સ્વાદિષ્ટ ભોજન પ્રસાદ નો હજારોની સંખ્યામાં લોકોએ લાભ લીધેલ, સમગ્ર સમારોહનું સ્ટેજ સંચાલન પંકજગીરી દામનગર અને ડો.કલ્પેશગીરી શિહોર એ કરેલ,દાતારત્નો ના સહયોગથી સમગ્ર આયોજનને સફળ બનાવવા માટે સમીતીના હોદ્દેદારો ગુણુબાપુ લાઠી,જવેરગીરી નવાગામ,મંડપ સમિયાણાના દાતા મહામંત્રી વિરગીરી દામનગર,ભાવેશગીરી ઢસા, ભરતપુરી હાવતડ ભુપતગીરી પુજાપાદર,કાન્તિગીરી ક્રાંકચ,,દિપકગીરી ગુદરણ,ચંદુપુરી આંબરડી,વિષ્ણુ પુરી ગોઢાવદર,, ચીમનપુરી આંબરડી,મનહરપુરી લાઠી,,હરેશગીરી હિરાણા,અમિત પુરી લાઠી,પ્રવિણગીરી કેરીયા,નરેશગીરી દામનગર તેમજ લાઠી લીલીયા દામનગર ગોસ્વામી સમુહલગ્ન ની સમગ્ર ટીમે ભારે જહેમત ઉઠાવી આ પ્રથમ આયોજન ને સફળ બનાવી ચાર ચાંદ લગાવી દીધા હતા
લાઠી લીલીયા દામનગર ગોસ્વામી સમુહલગ્ન સમીતી આયોજિત સાતમા સમુહલગ્નનું ભવ્ય આયોજન સંપન્ન


















Recent Comments