ભાવનગર

ભાવનગર વન વિભાગની રેન્જ કચેરીઓના ગોડાઉનમાં સંગ્રહિત વર્ષ ૨૦૨૧-૨૨ અને ૨૦૨૨-૨૩ના ઘાસની હરાજી કરાશે

ઇસમો – ઇજારદારો, ખેડૂતો પશુપાલકોને જણાવવાનું કે, ભાવનગર વન વિભાગ હેઠળના ભાવનગર અને
બોટાદ જીલ્લાની પરીક્ષેત્ર વન અધિકારીશ્રીની કચેરીઓ હસ્તકના સને : ૨૦૨૧-૨૨ અને ૨૦૨૨-૨૩ના વર્ષના
ગોડાઉનમા સંગ્રહ કરેલ ઘાસની જાહેર હરાજી રાખવામાં આવી છે. તેમાં ભાગ લેવા ઇજારદારોને નિયત સમય તથા
તારીખ અને સ્થળે હાજર રહેવા ભાવનગર વન વિભાગ દ્વારા જણાવ્યું છે.
ભાવનગર રેન્જ કચેરી અંતર્ગત વર્ષ ૨૦૨૧-૨૨ ભાવનગર ઘાસ ડેપો ગોડાઉન-૫ ખાતે ૨૪૨૨ કિ.ગ્રા. તેમજ
વર્ષ ૨૦૨૨-૨૩ અંતર્ગત ભાવનગર ઘાસ ડેપો ગોડાઉન-૧ ખાતે ૧૭૭૦૧ કિ.ગ્રા., ગોડાઉન-૨ ખાતે ૧૦૨૬૫ કિ.ગ્રા.,
ગોડાઉન-૫ ખાતે ૭૪૬૯૭ કિ.ગ્રા., ગોડાઉન-૬ ખાતે ૯૨૧૩૩ કિ.ગ્રા., મેલકડી ગોડાઉન-૭ ખાતે ૧૩૨૨૫૮ કિ.ગ્રા.ની
હરાજી પરીક્ષેત્ર વન અધિકારીશ્રીની કચેરી, ભાવનગર જ્વેલસ સર્કલ ખાતે તા.૦૧-૦૩-૨૦૨૬ના સમય સવારે
૧૧:૩૦ કલાકે યોજાશે.
મહુવા રેન્જ કચેરી અંતર્ગત વર્ષ ૨૦૨૨-૨૩ સાંખડાસર ગોડાઉન -૧૭ ખાતે ૨૦૦૦૦ કિ.ગ્રા, કુંઢડા-૧(૧૯)
ખાતે ૩૧૩૯૨૬ કિ.ગ્રા, કુંઢડા ગોડાઉન-૨ (૨૦) ખાતે ૨૬૩૦૦ કિ.ગ્રા, કુંઢડા ગોડાઉન-૩ (૨૧) ખાતે ૩૨૯૨૮ કિ.ગ્રા,
કુંઢડા ગોડાઉન-૪ (૨૨) ખાતે ૨૯૭૬ કિ.ગ્રા, કુંઢડા ગોડાઉન-૫ (૪૩) ખાતે ૭૫૭૧૦ કિ.ગ્રા, તેમજ ગેબર ગોડાઉન-
૦૧(૨૩) ખાતે ૨૦૩૯૮ કિ.ગ્રા, ગેબર ગોડાઉન-૦૩ (૨૫) ખાતે ૫૯૯૦ કિ.ગ્રા, ગેબર ગોડાઉન-૦૪ (૨૬) ખાતે
૮૬૯૬ કિ.ગ્રા,ગેબર ગોડાઉન-૦૫ (૪૪) ખાતે ૧૫૩૨૨૦ કિ.ગ્રા અને મોટા ખુંટવડા ગોડાઉન-૧(૨૭) ખાતે ૮૦૬૫૪
કિ.ગ્રા.ની હરાજી પરીક્ષેત્ર વન અધિકારીશ્રીની કચેરી, મહુવા, તાલુકા સેવા સદનની પાછળ તા.૦૨-૦૩-૨૦૨૬ સવારે
૧૧:૩૦ કલાકે યોજાશે.
જેસર રેન્જ કચેરી અંતર્ગત વર્ષ ૨૦૨૨-૨૩ મોટા ખુંટવડા ગોડાઉન-૨ (૨૮) ખાતે ૩૫૨૮૦ કિ.ગ્રા., બેડા
ગોડાઉન-૧ (૨૯) ખાતે ૭૫૬૫૫ કી.ગ્રા., બેડા ગોડાઉન-૨ (૩૦) ખાતે ૧૫૦૨૦ કી.ગ્રા., કરજાળા ગોડાઉન-૧(૩૧)
ખાતે ૬૯૬ કી.ગ્રા., કરજાળા ગોડાઉન-૨ (૩૨) ખાતે ૧૧૦૦ કી.ગ્રા., અને કરજાળા-૩(૪૫) ખાતે ૨૧૩૨૫૯ કી.ગ્રા.ની
હરાજી પરીક્ષેત્ર વન અધિકારીશ્રીની કચેરી, જેસર, ત્રીજો માળ તાલુકા સેવા સદન તા.૦૫-૦૩-૨૦૨૬ સવારે ૧૧:૩૦
કલાકે યોજાશે.
પાલીતાણા રેન્જ કચેરી વર્ષ ૨૦૨૧-૨૨ અંતર્ગત રાજસ્થળી-૧૬ ગોડાઉન ખાતે ૭૪૩૦ કી.ગ્રા., વર્ષ ૨૦૨૨-
૨૩ અંતર્ગત રાજસ્થળી-૧ (૧૬) ખાતે ૪૪૮૧૦ કી.ગ્રા., રાજસ્થળી-૨ ( ૪૧) ખાતે ૧૬૮૦૦૦ કી.ગ્રા.,અને સરોડ-૪૨
ખાતે ૬૮૫૪૬ કી.ગ્રા.ની હરાજી પરીક્ષેત્ર વન અધિકારીશ્રીની કચેરી, પાલીતાણા, હાડકેશ્વર મંદિરની બાજુમાં તા.૦૫-
૦૩-૨૦૨૬ સવારે ૧૧:૩૦ કલાકે યોજાશે.
શિહોર રેન્જ કચેરી વર્ષ ૨૦૨૧-૨૨ અંતર્ગત થાળા-૧ (૮) ગોડાઉન ખાતે ૧૫૯૧૪ કી.ગ્રા., થાળા-૨ (૯) ખાતે
૧૦૮૪૯ કી.ગ્રા., પીપરલા-૧૦ ખાતે ૨૦૨૫૦ કી.ગ્રા., સણોસરા-૧૧ ખાતે ૯૮૮૨ કી.ગ્રા., ઉમરાળા-૧૨ ખાતે ૪૬૨૯
કી.ગ્રા., તેમજ વર્ષ ૨૦૨૨-૨૩ અંતર્ગત થાળા-૧ (૮) ખાતે ૧૯૪૮૦ કી.ગ્રા., થાળા- ૨(૯) ખાતે ૧૦૯૬૦ કી.ગ્રા.,
પીપરલા-૧ (૧૦) ૧૭૭૦ કી.ગ્રા., સણોસરા -૧૧ ખાતે ૪૩૩૯૦ કી.ગ્રા., ચોરવડલા-૩૯ ખાતે ૭૯૮૯૪ કી.ગ્રા.,

પીપરલા-૨ (૪૦) ૭૮૧૦૭ કી.ગ્રા., અને વલ્લભીપુર-૩૩ ખાતે ૧૩૦૦૫ કી.ગ્રા.ની હરાજી પરીક્ષેત્ર વન
અધિકારીશ્રીની કચેરી, શિહોર, હોટલ વિજય પેલેસની સામે તા.૦૨-૦૩-૨૦૨૬ સવારે ૧૧:૩૦ કલાકે યોજાશે.
વલ્લભીપુર રેન્જ કચેરી વર્ષ ૨૦૨૧-૨૨ અંતર્ગત દુદાપુર-૧ (૩૪) ગોડાઉન ખાતે ૧૪૪૬૯ કી.ગ્રા., દુદાપુર-
૨ (૩૫) ગોડાઉન ખાતે ૧૩૫૦ કી.ગ્રા., વાવડી-૩૬ ખાતે ૧૧૨૫ કી.ગ્રા.,બોટાદ-૩૭ ગોડાઉન ખાતે ૨૨૫૦ કી.ગ્રા.,
રોહિશાળા-૩૮ ખાતે ૧૮૪૫૦ કી.ગ્રા., તેમજ વર્ષ ૨૦૨૨-૨૩ અંતર્ગત ઢાંકણીયા-૧ (૪૬) ખાતે ૧૩૪૩૦૦ કી.ગ્રા.,
ઢાંકણીયા-૨ (૪૭ ) ખાતે ૮૨૧૭ કી.ગ્રા., દુદાપુર-૨( ૩૫) ખાતે ૪૦૭૯૫ કી.ગ્રા., વાવડી-૩૬ ખાતે ૬૦૦૧૦ કી.ગ્રા.,
બોટાદ-૩૭ ખાતે ૪૪૫૫૨ કી.ગ્રા., અને રોહિશાળા-૩૮ ખાતે ૯૧૫૬ કી.ગ્રા.,ની હરાજી પરીક્ષેત્ર વન અધિકારીશ્રીની
કચેરી, વલ્ભીપુર,કલ્યાણપુર રોડ, આઇ.ટી.આઇ બાજુમાં તા.૦૧-૦૩-૨૦૨૬ સવારે ૧૧:૩૦ કલાકે યોજાશે.
ઉપરોકત માલ સામાનની ખરાઇ ઉપર જણાવેલ ડેપો સ્થળ પર જઇ તપાસ કરી શકાશે. આ માલ સામાનની
હરાજી બાબતે વધુ માહિતી જણાવેલ જે તે પરીક્ષેત્ર વન અધિકારીશ્રીની કચેરીએથી કચેરી સમય દરમ્યાન પણ
મેળવી શકાશે.
હરાજી બંધ રાખવી કે ચાલુ રાખવી તે અંગેની સર્વે સત્તા નાયબ વન સંરક્ષકશ્રીની રહેશે. હરાજીમાં ભાગ
લેનારે રૂા.૧૦૦/- ની ડીપોઝીટ સ્થળ પર ભરવાની રહેશે. ના-મંજુર માંગણીદરની ડીપોઝીટ સ્થળ પર પરત કરવામાં
આવશે.
હરાજી મંજુર થયેલ ઇસમે સ્થળ પર ખરીદ રકમની ૨૫ ટકા રકમ ભરી બાકીની ૩/૪ રકમ હરાજી પુરી
થયા બાદ માલ સામાન ઉઠાવતા પહેલા આ બન્ને માંથી જે યોગ્ય હશે તે મુજબ રકમ ભરવાની રહેશે તથા હરાજીની
રકમ પર નીયમ મુજબના ટેક્ષ આપવાના રહેશે.
રદ પાત્ર માલ સામાનને જે સ્થિતીમાં છે તે જ સ્થિતીમાં હરાજી કરવાની છે. મંજુર થયેલ હરાજી મુજબ ઇસમ
દ્વારા બાકીની રકમ ભરપાઇ કરી માલ સામાન ઉપાડવામાં નહી આવે તો તે ઇસમની મંજુર થયેલ હરાજી રદ કરી
ભરેલ ડીપોઝીટની રકમ જપ્ત કરવાની રહેશે તેમજ આ માલ સામાનની ફેર હરાજી તેમના ખર્ચે કરવામાં આવશે.
આ અંગે સરકારશ્રીને કોઇ નુકશાન થશે તેની વસુલાત ટેક્ષ સાથે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
હરાજીની વધુ બીજી શરતો હરાજી શરૂ કરતા પહેલા સ્થળપર વાંચી સંભળાવવામાં આવશે અને જે શરતો હરાજીમાં
ભાગ લેતા દરેક માટે બંધન કર્તા રહેશે, તેમ નાયબ વન સંરક્ષકશ્રી,ભાવનગરની યાદીમાં જણાવ્યું છે.

Related Posts