અમરેલી

સાવરકુંડલામાં ઐતિહાસિક બે દિવસીય આપણી અસ્મિતાના ઓવારાણા નાવલી ઉત્સવ કાર્યક્રમનો શુભારંભ

ગુજરાત સરકારના ઉર્જા અને કાયદા, વિભાગના માનનીય રાજ્ય મંત્રીશ્રી કૌશિકભાઈ વેકરીયા નું

જાજરમાન સન્માન

સાંસદશ્રી ભરતભાઈ સુતરીયા,ધારાસભ્યશ્રી મહેશભાઈ કસવાલા, ધારાસભ્યશ્રી જે.વી.કાકડીયા,

ધારાસભ્યશ્રી જનકભાઈ તળાવીયા સહીત સાધુ સંતોની પ્રેરક ઉપસ્થિતિ.


​ગુજરાતના ખ્યાતનામ લોકગાયકો શ્રી રાજ ગઢવી, શ્રીમતી અપેક્ષા પંડ્યા, અને શ્રી કિશન રાદડિયા

જેવા ધુરંધરોએ પોતાની કલાથી ચાર ચાંદ લગાવ્યા હતા.


જનતાની અપેક્ષા પૂર્તિ માટે જન પ્રતિનિધિને શકિતશાળી બનાવીએ: – “પુ.જીગ્નેશ દાદા”


સાવરકુંડલાનું “આત્મીય ગૌરવ” એટલે નાવલીનો ગોંરવશાળી ઈતિહાસ:- શ્રી કસવાલા


સાવરકુંડલા:
સાવરકુંડલા ખાતે ગૌરવશાળી પરંપરાને ઉજાગર કરતો ઐતિહાસિક બે દિવસીય ‘આપણી
અસ્મિતાના ઓવારાણા નાવલી ઉત્સવ’ કાર્યક્રમનો ભવ્ય શુભારંભ કરવામાં આવ્યો હતો. આ
ઉત્સવમાં રાજકીય મહાનુભાવો, સંતો-મહંતો અને કલા જગતના ધુરંધરોની ઉપસ્થિતિથી એક
અનોખો માહોલ સર્જાયો હતો.
આ કાર્યક્રમ દરમિયાન ગુજરાત સરકારના ઊર્જા અને કાયદા વિભાગના માનનીય રાજ્ય મંત્રીશ્રી
કૌશિકભાઈ વેકરીયાનું જાજરમાન સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સાંસદશ્રી ભરતભાઈ
સુતરીયા, ધારાસભ્યશ્રી મહેશભાઈ કસવાલા, ધારાસભ્યશ્રી જે.વી. કાકડીયા, અને ધારાસભ્યશ્રી
જનકભાઈ તળાવીયા સહિત અનેક સાધુ-સંતોની પ્રેરક ઉપસ્થિતિ રહી હતી.
સાંસ્કૃતિક કાર્યક્રમમાં ગુજરાતના ખ્યાતનામ લોકગાયકો શ્રી રાજ ગઢવી, શ્રીમતી અપેક્ષા પંડ્યા અને શ્રી કિશન રાદડિયા જેવા ધુરંધર
કલાકારોએ જેવા ધુરંધરોએ પોતાની કલાથી ચાર ચાંદ લગાવ્યા હતા.

આ ભવ્ય ઉત્સવ રમત ગમત યુવા અને સાંસ્કૃતિક વિભાગ, ગાંધીનગર, અમરેલી જિલ્લા વહીવટી તંત્ર અને સાવરકુંડલા
નગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે સફળતાપૂર્વક ઉજવાયો હતો.

Related Posts