અમરેલી

શ્રી વિદ્યાગુરુ ફાઉન્ડેશન સંચાલિત શ્રી લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિરનું હોલિસ્ટિક સેન્ટર – “ઘેલાણી નિવાસ” એટલે પ્રાચીન ભારતીય ચિકિત્સા પદ્ધતિઓનો શ્રેષ્ઠ સમન્વય અને એક નવી આશાનું કિરણ

સાવરકુંડલા ગામના સંધી ચોક ખાતે આવેલું “ઘેલાણી નિવાસ” એટલે નૂતન કેળવણી મંડળના પ્રમુખ, પ્રખર વિપશ્યના સાધક તથા શ્રી વિદ્યાગુરુ ફાઉન્ડેશનના ટ્રસ્ટી શ્રીમતી ચંદ્રિકાબેન ઘેલાણી કામદારનું નિવાસસ્થાન હતું.આ નિવાસસ્થાન તેમણે વિદ્યાગુરુ ફાઉન્ડેશનને

આ હોલિસ્ટિક સેન્ટર ચલાવવા માટે ઉદારતાપૂર્વક ભેટ આપ્યું છે. આજના સમયમાં જ્યારે મોંઘીદાટ તબીબી સારવાર સામાન્ય માનવી માટે ચિંતાનો વિષય બની છે, ત્યારે

શ્રી વિદ્યાગુરુ ફાઉન્ડેશન સંચાલિત આ હોલિસ્ટિક હેલ્થ સેન્ટર એક નવી આશાનું કિરણ બનીને ઉભરી આવ્યું છે.ભગવાન ધન્વંતરીના આશીર્વાદ તથા વિશ્વ વંદનીય પૂજ્ય મોરારીબાપુના આશીર્વચન સાથે

આ કેન્દ્રમાં ભારતીય સંસ્કૃતિની અમૂલ્ય ધરોહર સમાન પ્રાચીન ચિકિત્સા પદ્ધતિઓ દ્વારા

સંપૂર્ણ નિ:શુલ્ક સેવાઓ આપવામાં આવી રહી છે.

આ કેન્દ્રની વિશેષતા એ છે કે અહીંએલોપેથીના વિકલ્પરૂપે

આયુર્વેદ, હોમિયોપેથી, નેચરોપેથી અને મહર્ષિ પતંજલિ પ્રેરિત યોગ–પ્રાણાયામ દ્વારા

હઠીલા તથા દીર્ઘકાળીન રોગોના નિવારણ માટે સઘન સારવાર કરવામાં આવે છે.

✦ *ઉપલબ્ધ સારવારની વિગત*✦

*આયુર્વેદિક વિભાગ* 

આયુર્વેદિક વિભાગમાં ડો. કોમલબેન કટારીયા, ફુલ-ટાઈમ ક્વોલિફાઇડ આયુર્વેદિક કન્સલ્ટન્ટ તરીકે સેવા આપે છે.

અહીં નીચે મુજબની સારવાર ઉપલબ્ધ છે:

– જુના હઠીલા રોગો જેવાકે ચામડી,પેટના રોગો,જૂની એલર્જી તથા સ્ત્રી રોગ ને લગતા તમામ રોગોની અક્સિર તથા જડમૂળમાંથી સારવાર

– અગ્નિકર્મ – મસા તથા કપાસી માટે

– નસ્ય ચિકિત્સા – જૂની શરદી અને એલર્જીક રાઈનાઇટીસ માટે

– જલૌકા ચિકિત્સા (લીચ થેરાપી) – ધાધર, ખરજવું, ખીલ તથા ખરતા વાળ માટે

– સુવર્ણપ્રાશન સંસ્કાર – ટીપા 

– બસ્તી 

– હોટ કપિંગ તથા ડ્રાય કપિંગ

*હોમિયોપેથી વિભાગ* 

હોમિયોપેથી વિભાગમાં ડો. દક્ષાબેન આહિર, ફુલ-ટાઈમ ક્વોલિફાઇડ હોમિયોપેથીક કન્સલ્ટન્ટ તરીકે સેવા આપે છે.

દર્દીના સ્વભાવ અને સામાજિક પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને

જૂના તથા હઠીલા રોગોની તલસ્પર્શી સારવાર કરવામાં આવે છે, જેમ કે:

– જૂના હઠીલા ચામડીના રોગો

– એલર્જીક રાઈનાઇટીસ

– તમામ પ્રકારની એલર્જી

– પેટના રોગો

– જૂની કબજિયાત

– અનિયમિત માસિક સ્ત્રાવ

– PCOD

– વંધ્યત્વ નિવારણ

– માનસિક રોગો

*નેચરોપેથી વિભાગ* 

નેચરોપેથી વિભાગમાં

ડો. મમતા દંતાણી, ક્વોલિફાઇડ નેચરોપેથી ડોક્ટર તરીકે સેવા આપે છે. કેરાલા જેવા રાજ્યોમાં અપનાવાતી

કુદરતી તથા વૈજ્ઞાનિક અભિગમ ધરાવતી નીચે મુજબની સારવાર અહીં ઉપલબ્ધ છે:

– સ્ટીમ બાથ (સ્વેદન)

– એરંડિયા તેલનો પેક (Castor Oil Pack)

– એક્યુપંચર

– શિરોધારા

– શિરોપીચુ

– ગરમ–ઠંડા પેક

– નાડી સ્વેદ

– ઔષધિ લેપ

– મડ થેરાપી (માટી લેપ, માટી પટ્ટી)

– હાઈડ્રો થેરાપી

(હિપ બાથ, સ્પાઈનલ સ્પ્રે, હસ્ત–પાદ સ્નાન)

– સુજોક એક્યુપ્રેશર

– પત્રપિંડ સ્વેદ

– પોટલી શેક

 *યોગ વિભાગ* 

હોલિસ્ટિક સેન્ટરનો યોગ વિભાગ છેલ્લા સાડા ચાર વર્ષથી સફળતાપૂર્વક કાર્યરત છે.આ વિભાગનું સંચાલન

સરકાર માન્ય પ્રશિક્ષિત યોગ ટ્રેનર શ્રીમતી ગીતાબેન ભરતભાઈ જોશી દ્વારા અત્યાધુનિક યોગ સાધનો સાથે કરવામાં આવે છે.

અહીં વિવિધ આસનો, સૂર્યનમસ્કાર તથા અન્ય અનેક પ્રકારના પ્રાણાયામોનું વૈજ્ઞાનિક અને આધુનિક પદ્ધતિથી પ્રશિક્ષણ આપવામાં આવે છે.

શ્રી લલુભાઈ શેઠ આરોગ્ય મંદિરના સુપ્રિટેન્ડન્ટ ડૉ. પ્રકાશ કટારીયા અને તેમની ટીમ સંસ્થાના ટ્રસ્ટીઓના માર્ગદર્શન હેઠળ “સસ્મિત સેવા”ના સૂત્રને સતત સાર્થક કરી રહી છે.

વિદ્યાગુરુ ફાઉન્ડેશનના પ્રમુખ

શ્રી હરેશભાઈ મહેતા આ પ્રાચીન ચિકિત્સા પદ્ધતિઓના પ્રચાર-પ્રસાર માટે રાત-દિવસ અવિરત જહેમત ઉઠાવી રહ્યા છે.અહી તમામ સારવાર અને દવાઓ સંપૂર્ણપણે નિ:શુલ્ક છે.

શ્રી હરેશભાઈ મહેતાએ હૃદયપૂર્વક અપીલ કરતા જણાવ્યું છે કે,

“કટોકટી અને સર્જરીના સમયે એલોપેથી અનિવાર્ય છે,પરંતુ હઠીલા રોગોના કાયમી તથા આડઅસર રહિત નિવારણ માટે લોકોએ આપણી પ્રાચીન, ગૌરવશાળી આયુર્વેદિક અને હોમિયોપેથી પદ્ધતિ તરફ વળવું જોઈએ.” અંતે,સાવરકુંડલા તથા આસપાસના ગ્રામ્ય વિસ્તારના તમામ નાગરિકોને

સંધિ ચોક ખાતે આવેલ આ હોલિસ્ટિક સેન્ટરની

નિ:શુલ્ક સેવાઓનો લાભ લેવા માટે નમ્ર અનુરોધ કરવામાં આવે છે.

Related Posts