અમરેલી

વેદ વોલન્ટરી બ્લડ સેન્ટર ના પ્રમુખ લલિતભાઈ ઠુંમર નો માનવીય અભિગમ જિલ્લા ના તમામ મંદિર મસ્જિદ સંપ્રદાયો ના ધર્મગુરુ ઓ માટે કોઈ ચાર્જ વગર ત્રણ વર્ષ સુધી ફ્રી રક્ત સેવા મળશે

Inઅમરેલી વેદ વોલન્ટરી બ્લડ સેન્ટર ના પ્રમુખ શ્રી લલિતભાઈ ઠુંમરb દ્વારા આજરોજ જાહેરાત કરવામાં આવેલ છે કે અમરેલી જિલ્લા ના તમામ મંદિરો ના પૂજારી શ્રીઓ, દરેક સંપ્રદાય ના સાધુ સંતો, મુસ્લિમ તેમજ વ્હોરા સમાજ ના તમામ ધર્મગુરુઓ, તેઓ શ્રી ને વ્યક્તિગત બ્લડ ની જરૂર પડશે ત્યારે વેદ બ્લડ સેન્ટર દ્વારા ૧ બોટલ નો એક હજાર રૂપિયા જેટલો ખર્ચ થાય છે તે સંપૂર્ણ મફત ( ફ્રી ઓફ ચાર્જ ) એક પણ પૈસો લીધા વિના બ્લડ આપવામાં આવશે. ૩ વર્ષ સુધી આ પ્રોજેક્ટ ચલાવા માં આવશે તેમજ કોઈ પણ ફંડ કે ફાળો લેવામાં આવશે નહીં.પ્રોજેક્ટ ની શુભ શરૂઆત માનનીય શ્રી કૌશિકભાઇ વેકરિયા (ઉર્જા મંત્રી, ગુજરાત રાજ્ય) તા.૦૨/૦૧/૨૬ ના રોજ લલિતભાઈ ઠુંમર પ્રમુખ માનવ કલ્યાણ ચેરીટેબલ ટ્રસ્ટ પ્રમુખ અમરેલી જિલ્લા ડાયમંડ એસોસિએશન ની દીર્ઘદ્રષ્ટિ એ પ્રારંભ થશે જે ત્રણ વર્ષ સુધી અવિરત રીતે આ અભિયાન ચાલશે 

રિપોર્ટ નટવરલાલ ભાતિયા

Related Posts