લાઠી શહેર માં અત્યાધુનિક કોર્ટ ભવનનું ભવ્ય લોકાર્પણ: ગુજરાત હાઈકોર્ટના જસ્ટિસ જોષી અને કાયદા મંત્રી ની હાજરી માં વિધિ સંપન્ન લાઠી ખાતે નવનિર્મિત અદાલત ભવનનું ઉદ્ઘાટન ગુજરાત હાઈકોર્ટના નામદાર જસ્ટિસ જોષી ના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે રાજ્યના કાયદા મંત્રી કૌશિકભાઈ વેકરિયા અને અમરેલીના માનનીય ડિસ્ટ્રિક્ટ જજ બ્રહ્મભટ્ટ સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.ગુજરાત હાઈકોર્ટ અને ગુજરાત સરકારના સંયુક્ત પ્રયાસોથી નિર્માણ પામેલા આ અત્યાધુનિક સુવિધાયુક્ત કોર્ટ બિલ્ડિંગને જસ્ટિસ શ્રી જોષી ના વરદહસ્તે રીબીન કાપીને ખુલ્લું મૂક્યું હતું. આ નવું ભવન ન્યાયિક પ્રક્રિયાને વધુ સુવિધાજનક બનાવશે તેવી અપેક્ષા છે.આ શુભ અવસરે ગુજરાત સરકારના સચિવ, અમરેલી જિલ્લાના ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ બુખારી, ઇન્ચાર્જ જજ મુલ્તાની, અમરેલી જિલ્લા કલેક્ટર, પોલીસ અધિક્ષક, તમામ તાલુકાના જ્યૂડી મેજી સહિત વિવિધ બાર એસોસિયેશનના પ્રમુખો, વકીલ ભાઈ-બહેનો, લાઠી પ્રાંત અધિકારી બ્રહ્મભટ્ટ, મામલતદાર રાજ્યગુરુ સરકારી કચેરીઓના કર્મચારીઓ, શાળાના બાળકો, આંગણવાડી બહેનો અને સ્થાનિક આગેવાનો સામાજિક સ્વૈચ્છિક સંસ્થા ઓના અગ્રણી ઓ સહિત ની વિશાળ જનમેદની ઉપસ્થિત રહી હતી
લાઠી બાર એસોસિયેશનના પ્રમુખ આર.સી. દવે એડવોકેટ અને વકીલ મંડળ દ્વારા આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સઘન પ્રયાસો કરવામાં આવ્યા હતા. તેમણે જસ્ટિસ શ્રી જોષી નું ફુલહાર અને શ્રી ભુરખીયા હનુમાનજી ના ફોટાથી સન્માન કર્યું હતું. અન્ય મહાનુભાવોને પણ પુષ્પગુચ્છ અને ભુરખીયા દાદાનો ફોટો ભેટ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.આ ભવ્ય કાર્યક્રમમાં ઉપસ્થિત વિશાળ જનમેદની, પોલીસ પ્રશાસન અને પત્રકાર મિત્રોનો લાઠી બાર એસોસિયેશનના પ્રમુખ શ્રી આર.સી. દવેએ પોતાના વક્તવ્યમાં આભાર વ્યક્ત કર્યો હતો.


















Recent Comments