ગાંધીનગરના ઇન્કમટેક્સ વિભાગે રાજ્યના મહેસાણા,અમદાવાદ,મોરબી અને ગાંધીનગરમાં પાડ્યા દરોડા
ઈન્કમટેક્સ વિભાગના રાજ્યભરમાં દરોડા ઇન્કમટેક્સ વિભાગે રાજ્યના અનેક જિલ્લાઓમાં એક સાથે દરોડા પાડ્યા છે. મહેસાણાના રાધે ગ્રૂપ અને પાર્ટનર ટ્રોગન ગ્રૂપ સહિત અન્ય પાર્ટનરોની અમદાવાદ અને મોરબીમાં તપાસ શરૂ કરવામાં આવી હતી. બે ડઝનથી વધુ ટીમોએ રાજ્યના વિવિધ સ્થળોએ સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે. આવકવેરા વિભાગના સૂત્રોના જણાવ્યા અનુસાર તપાસમાં મોટા પાયે બેનામી વ્યવહારો અને ઈન્કમટેક્સ વિભાગના રાજ્યભરમાં દરોડા ઇન્કમટેક્સ વિભાગે રાજ્યના અનેક જિલ્લાઓમાં એક સાથે દરોડા પાડ્યા છે.
મહેસાણાના રાધે ગ્રૂપ અને પાર્ટનર ટ્રોગન ગ્રૂપ સહિત અન્ય પાર્ટનરોની અમદાવાદ અને મોરબીમાં તપાસ શરૂ કરવામાં આવી હતી. બે ડઝનથી વધુ ટીમોએ રાજ્યના વિવિધ સ્થળોએ સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે. આવકવેરા વિભાગના સૂત્રોના જણાવ્યા અનુસાર તપાસમાં મોટા પાયે બેનામી વ્યવહારો અને સંપત્તિનો ખુલાસો થયો છે. ઈન્મકટેક્સ વિભાગે દરોડા દરમિયાન કરોડો રૂપિયાના બેનામી વ્યવહારો પકડ્યા છે. જેમાં ૧૦ કરોડ રોકડ, ૧૫ બેન્ક લોકર મળી આવ્યા છે. રાજ્યના ૪૦ જગ્યાએ હજુ પણ સર્ચની કામગીરી શરૂ છે. ગુજરાતના વિવિધ શહેર મહેસાણા,અમદાવાદ,મોરબી અને ગાંધીનગરમાં દરોડા પાડ્યા હતા. ઈન્મકટેક્સ વિભાગે મહેસાણાના પ્રખ્યાત રાધે ગ્રુપના મહેન્દ્ર પટેલ અને તેના ભાગીદારોની તપાસ શરૂ કરી છે. રાજકોટ જિલ્લાના મોટા રાજકારણીના જમાઈ પર પણ દરોડા ચાલુ છે. રાધે ગ્રૂપ સાથે મોરબીની બે સિરામિક ઇન્ડસ્ટ્રીઝનું કનેક્શન બહાર આવતાં તેમાં પણ દરોડા પાડવામાં આવ્યા હતા. અમદાવાદમાં અનેક જગ્યાએ દરોડાની કાર્યવાહી ચાલી રહી છે. આવકવેરા વિભાગની ટીમે તપાસ કરતા પ્રાથમિક તપાસમાં કરોડોની કિંમતના વાંધાજનક દસ્તાવેજાે મળી આવ્યા છે અને આ દસ્તાવેજાેની ચકાસણી અને સર્ચ બાદ કરોડોના બિનહિસાબી વ્યવહારો અને કરોડોની કરચોરી શોધી કાઢવામાં આવે તેવી શક્યતા છે.
Recent Comments