સરઘસ કાઢનારા પોલીસ અધિકારીઓ વિરૂધ્ધ પગલા ભરવા અરજી કરવામાં આવી ગુજરાત રાજ્યમાં જાહેરમાં સરઘસ કાઢવા મામલો ચર્ચાસ્પદ બન્યો છે. જેમાં બંધારણના અધિકારનો ભંગ થઈ રહ્યો હોવાની ચર્ચા છે. જેમાં સરઘસ કાઢનારા પોલીસ અધિકારીઓ વિરૂધ્ધ પગલા ભરવા અરજી કરવામાં આવી છે. સુરતના એક વકીલ દ્વારા આ અંગે અરજી કરવામાં આવી છે. જેમાં ગૃહ મંત્રી, માનવ અધિકાર પંચ , અને પોલીસ વડાને અરજી કરવામાં આવી છે. આ અરજી મારફતે વરઘોડા બંધ કરવાની રજૂઆત કરવામાં આવી છે. આ અરજી પર કોઈ પગલા નહી લેવાય તો ઁૈંન્ દાખલ કરવાની તૈયારી રાખવામાં આવી છે. જાહેરમાં નીકળચતા વરઘોડા મામલે સરકારે પગલા લેવા જાેઈએ. આરોપી સામે કોઈ પણ આરોપ સાબિત ન થાય ત્યાં સુધી તે નિર્દોષ છે. હ્લૈંઇ દાખલ થવાથી આરોપી દોષિત નથી બની જતો. પોલીસે કોઈ ને સજા કરવા અથવા જાહેરમાં વરઘોડા કાઢવાનો રાઇટ નથી. આ અરજીમાં નામદાર સુપ્રીમ કોર્ટનું જજમેન્ટ હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જેમાં આરોપીને હાથકડી બાંદીને જાહેરમાં લઈ ન જઈ શકાય. આમ વકીલ આર.બી.મેંદપરા દ્વારા કાર્યવાહીની માંગ કરવામાં આવી છે.
સુરત ગુજરાત રાજ્યમાં જાહેરમાં સરઘસ કાઢવાનો મામલો ચર્ચાસ્પદ બન્યો

Recent Comments