fbpx
રાષ્ટ્રીય

જેલમાં બંધ નેતાએ તેની સજા ભોગવીને તેનું ગ્રેજ્યુએશન પૂર્ણ કર્યું

કુખ્યાત માઓવાદી નેતા સબ્યસાચી પાંડા ઓડિશાના ગંજમ જિલ્લાની બેરહામપુર સર્કલ જેલમાંથી માસ્ટર ઓફ આર્ટસ (સ્છ) કરી રહ્યા છે. મંગળવારે, એક અધિકારીએ કહ્યું કે સ્નાતક થયા પછી, તે હવે માસ્ટર ડિગ્રીનો અભ્યાસ કરી રહ્યો છે. જેલમાં આજીવન કેદની સજા ભોગવી રહેલા સબ્યસાચી ઓડિશા સ્ટેટ ઓપન યુનિવર્સિટી (ર્ંર્જીંેં)માંથી પબ્લિક એડમિનિસ્ટ્રેશનમાં એમએનો અભ્યાસ કરી રહ્યા છે. બે દાયકાથી વધુ સમયથી પોલીસ અને પ્રશાસનને પરેશાન કરનાર સબ્યસાચી હવે અભ્યાસમાં ખૂબ જ રસ ધરાવે છે અને અભ્યાસમાં મોટાભાગનો સમય જેલમાં વિતાવે છે. બે વર્ષ પહેલાં ઈન્દિરા ગાંધી નેશનલ ઓપન યુનિવર્સિટી (ૈંય્ર્દ્ગંેં)માંથી બીએ કરનાર પાંડા એ છ કેદીઓમાંના એક છે

જેમણે ર્ંર્જીંેં ખાતે બે વર્ષના સ્છ (જાહેર વહીવટ)માં પ્રવેશ માટે દસ્તાવેજાે સબમિટ કર્યા છે. સબ્યસાચીની સાથે, કુલ ચાર કેદીઓ અને બે અંડર ટ્રાયલ કેદીઓ (ેં્‌ઁ) પરીક્ષા આપશે. જેલ પ્રશાસન દરેકને અભ્યાસ સામગ્રી પૂરી પાડી રહ્યું છે. આ સાથે જેલમાં શિક્ષકો પણ તેના અભ્યાસમાં મદદ કરી રહ્યા છે. બેરહામપુર સર્કલ જેલના અધિક્ષક ડીએન બારીકે જણાવ્યું હતું કે, “અમે પાંડા સહિત છ કેદીઓના દસ્તાવેજાે એકત્રિત કર્યા છે, જેઓ પત્રવ્યવહાર કોર્સ દ્વારા બે વર્ષના એમએ (પબ્લિક એડમિનિસ્ટ્રેશન) કોર્સમાં પ્રવેશ લેવા ઈચ્છે છે. તેમને તેમના અભ્યાસમાં દરેક રીતે મદદ કરવામાં આવશે. જેલમાં હાજર શિક્ષક સનાતન ખિલ્લારે જણાવ્યું હતું કે, “તેમના પ્રવેશ પછી, તેમને અભ્યાસ સામગ્રી પૂરી પાડવામાં આવશે, અને કેદીઓ ફક્ત સ્વ-અભ્યાસની મદદથી પરીક્ષામાં હાજર રહેશે. સબ્યસાચી, જેને શરત ઉર્ફે સુનીલ તરીકે પણ ઓળખવામાં આવે છે, તે ઓડિશામાં માઓવાદી પક્ષનો મુખ્ય નેતા હતો અને પોલીસ તેને વોન્ટેડ હતો. તેના પર ૫ લાખ રૂપિયાનું ઈનામ હતું. પાંડાની ૧૮ જુલાઈ, ૨૦૧૪ના રોજ બેરહમપુરમાં ધરપકડ કરવામાં આવી હતી અને ત્યારથી તે જેલમાં છે. તે રાજ્યના વિવિધ જિલ્લાઓમાં ૧૩૦ થી વધુ માઓવાદી સંબંધિત કેસોમાં આરોપી છે. દેશમાં હિંસા ફેલાવવા બદલ સ્થાનિક કોર્ટે તેને આજીવન કેદની સજા સંભળાવી છે.

Follow Me:

Related Posts