અમરેલી

વાત્સલ્ય મૂર્તિ મુક સેવક સર્વોદય અગ્રણી કર્મશીલ મંગળાબેન શિરોયા અંનત ની યાત્રા એ

ગારીયાધાર ગાંધી વિચાર સાથે જોડાયેલા અને ગ્રામાભિમુખ કેળવણી ને પ્રાધાન્ય આપનાર લોકવિદ્યાલય – વાળુકડ તથા કસ્તુરબા સેવાશ્રમ મોટી પાણીયાળી તથા ગંગોત્રી સંસ્કાર તીર્થ માનપુરના સ્થપક નાનુભાઈ શિરોયા (પૂજ્ય મોટાભાઈ) ના ધર્મપત્ની મંગળાબેનનો દેહ પંચમહાભૂતમાં ભળી ગયો. છ દાયકાથી ગામડાંમાં ઘૂણી ધખાવીને પતિના પગલે પૂજ્ય મંગળાબાએ જીવન પસાર કર્યું. અમદાવાદ જેવા મેગા સીટીને છોડીને ગામડાંમાં બેઠાં. વંચીત સમુદાયના બાળકોના ઉદય માટે નાનુભાઈ સાથે અડીખમ ઉભાં રહ્યાં.

સદગતના આત્માની શાંતિ અર્થે તા.11/12/2025 ના સવારે 9 થી 11 પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું છે. મંગળાબાના જવાથી સમગ્ર ગુજરાતનાં કર્મશીલો ને હંમેશા પૂજ્ય બા નો ખાલીપો રહેશે. ઈશ્વર તેઓનાં આત્માને શાંતિ અર્પે.

Related Posts