The Kerala Story પર ભડક્યા CM પિનરાઈ વિજયન, RSS પર કર્યો પ્રહાર
ધ કાશ્મીર ફાઇલ્સ બાદ હવે ધ કેરલ સ્ટોરી પર વિવાદ શરૂ થઈ ગયો છે. કેરલના મુખ્યમંત્રી પિનરાઈ વિજયને રવિવારે ફિલ્મ નિર્માતાઓ પર જાેરદાર પ્રહાર કર્યો છે. તેમણે કહ્યું કે ફિલ્મ દ્વારા લવ જેહાદનો મુદ્દો ઉઠાવી રાજ્યને ધાર્મિક અતિવાદનું કેન્દ્ર ગણાવવામાં આવી રહ્યું છે. આ લોકો રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના એજન્ડાનો પ્રચાર કરી રહ્યાં છે. વિજયને વધુમાં કહ્યું કે, લવ જેહાદ જેવા વિષયને કોર્ટ, તપાસ એજન્સીઓ અને કેન્દ્રીય ગૃહ મંત્રાલયે પણ નકારી કાઢ્યો છે. તેમણે કહ્યું કે હિન્દી ફિલ્મનું ટ્રેલર જાેઈને એવું લાગે છે કે તે જાણી જાેઈને સાંપ્રદાયિક ધ્રુવીકરણ અને રાજ્ય વિરુદ્ધ નફરત ફેલાવવા માટે બનાવવામાં આવ્યું છે. મુખ્યમંત્રીએ કહ્યું કે તપાસ એજન્સીઓ, કોર્ટ અને કેન્દ્રીય ગૃહ મંત્રાલયે લવ જેહાદના મુદ્દાને નકાર્યા છતાં દુનિયાની સામે કેરલનું અપમાન કરવા માટે આ મુદ્દેને ઉઠાવવામાં આવી રહ્યો છે. વિજયને કહ્યુ કે, આ પ્રકારની પ્રચાર ફિલ્મો અને તેમાં દેખાડવામાં આવેલા મુસલમાનાના અલગાવને કેરલમાં રાજકીય ફાયદો હાસિલ કરવાના ઇજીજી ના પ્રયાસો તરીકે જાેવું જાેઈએ.
તેમણે આરએસએસ પર “સાંપ્રદાયિકતાના ઝેરી બીજ વાવીને” રાજ્યમાં ધાર્મિક સંવાદિતાને નષ્ટ કરવાનો પ્રયાસ કરવાનો આરોપ પણ લગાવ્યો. વિજયને આરોપ લગાવ્યો કે આરએસએસની વિભાજનની રાજનીતિ કેરલમાં કામ કરી રહી નથી, જેમ તેણે અન્ય જગ્યાએ કર્યું, તે તેને નકલી કહાની પર આધારિત એક ફિલ્મ દ્વારા ફેલાવવાનો પ્રયાસ કરી રહ્યું છે. આ ફિલ્મ કોઈ તથ્ય કે પૂરાવા પર આધારિત નથી. વિજયને કહ્યું, ફિલ્મના ટ્રેલરમાં અમે જાેયું કે કેરળમાં ૩૨,૦૦૦ મહિલાઓનું ધર્મપરિવર્તન કરીને ઈસ્લામિક સ્ટેટની સભ્ય બનાવવામાં આવી હતી. આ ફેક સ્ટોરી સંઘ પરિવારની જુઠ્ઠાણાની ફેક્ટરી છે. વિજયને મલયાલીઓને આવી ફિલ્મોને નકારવા અને ખોટા પ્રચાર દ્વારા સમાજમાં સાંપ્રદાયિક અશાંતિ ફેલાવવાના પ્રયાસો સામે સાવધ રહેવા કહ્યું. અસામાજિક પ્રવૃતિઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવાની પણ ચેતવણી આપી હતી. કેરળ સ્ટોરીનું નિર્દેશન સુદીપ્તો સેન દ્વારા કરવામાં આવ્યું છે. તેણે તેની સ્ક્રિપ્ટ પણ લખી છે. આ ફિલ્મ ૫ મેના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે.
Recent Comments