તારીખ બીજી ઓક્ટોબર એટલે મહાત્મા ગાંધીના જન્મદિવસની તિથિ અર્થાત્ ગાંધી જયંતિ સમગ્ર વિશ્ર્વને એક નવો વિચાર સત્ય અહિંસા સ્વદેશી જેવા તંદુરસ્ત સમાજ માટે આવશ્યક તમામ વિચારો પ્રદાન કરી એક વૈશ્વિક મહામાનવ તરીકે પુજાયા.
એમના વિચારો દરેક સમય અને કાળ સાથે સદૈવ પ્રસ્તુત રહેશે. સંતુલિત સમાજ પીડિત અને શોષિતની સુરક્ષા માટે અમૃત સંજીવની સમાન એ વિચારો મૂડીવાદી દેશોમાં પણ હવે ધીમે ધીમે અમલી થઈ રહ્યા છે. એવી સ્થિતિમાં સાવરકુંડલા શહેરમાં પણ ગાંધી વિચાર સાથે સંકળાયેલા સાવરકુંડલા ખાદી કાર્યાલય તેમજ શ્રી લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિરની પ્રવૃતિઓ આજે પણ લોકહિતનું રક્ષણ કરીને ગાંધી વિચારને સમર્પિત છે. ખાદી કાર્યાલય ખાતે હાલ વણાટ ઉદ્યોગ, સાબુ, ફિનાઈલ જેવા સંપૂર્ણ સ્વદેશી અને સ્થાનિક લેવલે ઉત્પાદન કરી રોજગારી સર્જન માટે સતત પ્રયત્નશીલ રહે છે. તો તલતેલ જેવું પૌષ્ટિક અને સાત્વિક ખાદ્ય પદાર્થનું ઉત્પાદન કરીને લોકોને રોજગારી સાથે સ્વદેશીના નારાને વધુ બુલંદ બનાવે છે. આ ગાંધી જયંતિ નિમિત્તે લોકો પોતાના માટે એક જોડ ખાદીનું કાપડ ખરીદે તો પણ આ ખાદી ઉદ્યોગને ઘણું બળ પ્રાપ્ત થઈ શકે. સાવરકુંડલા ખાદી કાર્યાલય ખાતે હરેશભાઈ ત્રિવેદીએ લોકોને ખાદી ખરીદી ગાંધી વિચારને વધુ સબળ બનાવવા અપીલ કરેલ છે. તો પરમ પૂજ્ય મોરારીબાપુના આશીર્વાદ અને પ્રેરણાથી ગાંધી વિચારને આધારસ્તંભ બનાવી સત્ય પ્રેમ અને કરુણાના સંદેશ સાથે શ્રી લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિર સાવરકુંડલા શહેર તેમજ આસપાસના વિસ્તારોના દર્દીઓને વિનામૂલ્યે સારવાર નિદાન દવા લેબોરેટરી ટેસ્ટ, ભોજન સમેત તમામ સુવિધાઓ નિશુલ્ક પ્રદાન કરે છે. આમ ગાંધી વિચારને લક્ષમાં રાખીને આ સંસ્થા પણ ખરા અર્થમાં ગાંધીજીના મનગમતાં ગીત પ્રાર્થના વૈષ્ણવજન ની ભૂમિકા ભજવી રહી છે. આ હોસ્પિટલના મેડિકલ સુપ્રિટેન્ડેન્ટ શ્રી ડો પ્રકાશ કટારીયા તથા સમગ્ર કર્મચારીગણ સંસ્થાના ટ્રસ્ટીઓનાં માર્ગદર્શન હેઠળ ગાંધી વિચારને વ્યાપકપણે પ્રસરાવવા સતત પ્રતિબદ્ધત રહે છે


















Recent Comments