દામનગર શહેર ના મફત પ્લોટ વિસ્તારમાં રહેતા છૂટક મજૂરી કરી પરિવાર નું ગુજરાન ચલાવતા શ્રમિક પરિવાર ને લાઠી અન્ન પુરવઠા કચેરી તરફ થી રાષ્ટ્રીય અન્ન સુરક્ષા અધિનિયમ ૨૦૧૩ હેઠળ ના નં પરવ/ વશી/ તા.૨૦/૦૮/૨૫ થી નોટિસ આપી દિન પાંચ ખુલ્લાસો રજૂ કરવા તાકીદ કરતી નોટિસ થી શ્રમિક પરિવાર ભારે મૂંઝવણ માં મુકાયો NFSA હેઠળ વિના મૂલ્યે અન્ન પૂરવઠો મેળવતા લાભાર્થી તરીકે શંકસ્પદ લાભાર્થી તરીકે કાર્ડ ધારક ને ખેડૂત ખાતેદાર દર્શાવ્યા જેથી આ પરિવાર ભારે દીર્ઘા માં મુકાયો ચીંથરે હાલ આ શ્રમિક પરિવાર પાસે પોતા ની માલિકી નું મકાન લે ખેતી ની જમીન નથી વિના કારણ અન્ન પૂરવઠો બંધ થશે તો શું કરીશું ? આવી ક્ષતિ કેમ થઈ હશે ? આ અંગે આ શ્રમિક ના નામે મફત પ્લોટ પણ નથી ખેડૂત ખાતેદાર તો દૂર ની વાત છે લાઠી જાહેર વિતરણ વ્યવસ્થા હેઠળ ની ડેટા એન્ટ્રી માં આવી ભારે મિસ્ટિક કેમ ? અભણ અતિ ગરીબ ચીંથરે હાલ શ્રમિક પરિવાર વિના કારણે અન્ન પૂરવઠો બંધ થશે તો શું કરીશું તેની ચિંતા સતાવી રહી છે ત્યારે લાઠી અન્ન પુરવઠા કચેરી દ્વારા દીવા ની દાઝે કોડિયા ને બટકું ન ભરાય તે જવા અરજદારે વિનંતી કરી છે કાર્ડ ધારક જીવંત છે તેની પણ લાઇન ખરાઇ કરી પછી અન્ન પૂરવઠો વિતરણ થતો હોય ત્યારે સામાન્ય ગરીબ શ્રમિક ખેડૂત ખાતેદાર ક્યાં થી અને કેવી રીતે બન્યો હશે ? આવી ક્ષતિ થી ગરીબ શ્રમિક મૂંઝવણ માં મુકાયો અન્ન પૂરવઠો બંધ ન થાય તે જોવા તંત્ર એ તસ્દી લેવા અરજદારે વિનંતી કરી છે
“દીવા ની દાઝે કોડિયા ને બટકું ન ભરાય જાય” ચીંથરે હાલ રાશન કાર્ડ ધારક ને ખાતેદાર હોવા ની નોટિસ મળતા કાર્ડ ધારક મૂંઝવણ માં અન્ન પૂરવઠો બંધ થશે તો ?

Recent Comments