ભાવનગર જીલ્લાના વતની ક્રાંતિવીર સરદારસિંહજી રાણાના પ્રપૌત્ર રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના સ્વયંસેવક, ભાવનગર જિલ્લાના પૂર્વ સાંસદ અને ગુજરાત પ્રદેશ ભાજપ ના પૂર્વ પ્રદેશ અધ્યક્ષ, ભાજપના વરિષ્ઠ નેતા રાજેન્દ્રસિંહ રાણાના માતૃશ્રી ચંદ્રાબા ઘનશ્યામસિંહ રાણા ઉંમર વર્ષ 88નું દુઃખદ અવસાન થતા અમરેલી જીલ્લા કાઠી ક્ષત્રિય સમાજના અગ્રણી અશોકભાઈ ખુમાણ, અમરેલી જીલ્લા હોમગાર્ડના પબ્લિક રિલેશન ઓફિસર અમિતગીરી ગોસ્વામી, સાવરકુંડલા નગરપાલિકાના પૂર્વચેરમેન પ્રવીણભાઈ કોટીલા, ઘોબા રાજવી પરિવાર અને સાવરકુંડલા તાલુકા ભાજપ ઉપપ્રમુખ દિલુભાઈ ખુમાણ, ભાવનગર જિલ્લા બ્રહ્મસમાજના અગ્રણી યોગેશભાઈ ધાંધિયા, ઘોબા ગામના સરપંચ પ્રતાપભાઈ પટગીર દ્વારા રાજેન્દ્રસિંહ રાણાના પરિવાર ને સાંત્વના પાઠવી હતી.
ગુજરાત પ્રદેશ ભાજપના પૂર્વપ્રમુખ અને પૂર્વ સાંસદ રાજેન્દ્રસિંહ રાણાના માતૃશ્રીનું દુઃખદ અવસાન થતા અમરેલી જીલ્લાના અગ્રણીઓ દ્વારા સાંત્વના પાઠવી.

Recent Comments