ગુજરાત

અડાજણમાં લિફ્ટનું કેબલ તૂટતા લિફ્ટ ઓપરેટરનું મોત થયું

સુરતમાં લિફ્ટ દુર્ઘટના બની, ૧ ઓપરેટરનું મોત નીપજ્યું. સુરત અડાજણ વિસ્તારમાં આવેલી એક ઇમારતમાં આજે સવારે એક દુર્ઘટના સર્જાઈ હતી. જેમાં એક લિફ્ટનું કેબલ અચાનક તૂટી જતાં લિફ્ટ નીચે પડી હતી. આ દુર્ઘટનામાં લિફ્ટ ઓપરેટરનું મોત થયું છે. અડાજણમાં લિફ્ટનું કેબલ તૂટતા લિફ્ટ ઓપરેટરનું મોત થયુ છે. અચાનક કેબલ તૂટી જતા લિફ્ટ નીચે પડી હતી. ગંભીર ઈજાને કારણે સારવાર મળે તે પહેલા જ ઓપરેટરનું મોત કોન્ટ્રાક્ટરની બેદરકારીને કારણે મોત થયાનો પરિવારજનોનો આક્ષેપ છે. મળતી માહિતી મુજબ, લિફ્ટમાં કોઈ તકનીકી ખામી હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. મૃતક લિફ્ટ ઓપરેટરના પરિવારજનોએ લિફ્ટના મરામત કામ માટે જવાબદાર કોન્ટ્રાક્ટરની બેદરકારીને આ દુર્ઘટનાનું કારણ ગણાવ્યું છે. તેમણે આ મામલે કાર્યવાહી કરવાની માંગ કરી છે. પોલીસે આ મામલે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે. આ દુર્ઘટનાએ વિસ્તારમાં શોકનું મોજું ફેલાવ્યું છે.

Related Posts