ગઢડા સ્વામી ના ચોહલા ગામે અતિ બિસ્માર આંતરિક કાચા રસ્તા ને પ્રધાન મંત્રી ગ્રામ સડક યોજના માં કન્વર્ટ કરી પાકો રસ્તો બનાવવાની માંગ અંગે નાયબ કલેકટર શ્રી એસ.ડી એમ બોટાદ ની કચેરી દ્વારા નં એડીએમ /વશી/૪૨૮/૨૦૨૬ તા.૨૬/૦૨/૨૬ થી નાયબ કાર્યપાલક ઈજનેર માર્ગ મકાન પંચાયત (મામા) પેટા વિભાગીય કચેરી ગઢડા સ્વામીના નાયબ કાર્યપાલક ઈજનેર ને સબંધ કરતા વિષયે પત્ર પાઠવ્યા ને એક માસ કરતા વધુ સમય થવા છતાં જિલ્લા પંચાયત ના માર્ગ મકાન વિભાગે કોઈ પ્રત્યુતર આપ્યો નથી ત્યારે સવાલ એ છે કે ઉપરી વહીવટી તંત્ર ઉપરી અધિકારી ના દફ્તરી આદેશ નો આવો અનાદર કેમ કરી રહ્યું છે ? સહિયારી ભેંસ ને જીવડા પડે તે કહેવત તંત્ર દ્વારા સાર્થક કરાય છે ચોહલા ગામ ના સ્થાનિક રહોશો ને કાયદા થી સ્થાપિત અધિકાર થી વંચિત રાખવા નું કારણ શું ? મામલતદાર કોર્ટ અધિનિયમ ૧૯૦૬ ની જોગવાઈ થી રેવન્યુ રસ્તો આકારવા અને પંચાયત અધિનિયમ ૧૯૯૩ ની જોગવાઈ થી આંતરિક રસ્તા ઓ આકારવા પંચાયત વિભાગ ને હુકુમત હોવા છતાં ભારે હાલાકી ભોગવતા સ્થાનિક રહીશો અને ખેડૂતો ની રજુઆત ને ટલ્લે ચડાવતા મામા નું તંત્ર જનતા ને કેટલા વર્ષ મામા બનાવશે ? ચોહલા ગામ થી સ્મશાન તરફ જતા કાચા રસ્તા નો વરસાદી સિઝન માં ઉપીયોગ જોખમી અતિ સાત્વિક આશ્રમે જતા દર્શનાર્થીઓ શ્રધ્ધાળુ ભાવિકો બાળકો લાચાર છતાં જિલ્લા પંચાયત ના માર્ગ મકાન વિભાગ તરફ થી કોઈ દરકાર લેવાતી નથી લોકશાહી માં પબ્લિક રેટીંગ લોકો ના મૂળભૂત હક્ક અધિકાર આપવામાં તંત્ર વામણું ચોહલા ગામ ના સ્થાનિક રહીશો એ કોઈ ની સ્મશાન યાત્રા માં જવા પણ ભારે જોખમ કાચા માર્ગ માં વરસાદ થી ભરાયેલ પાણી થી અતિ કિચીડ લપસણી માર્ગ માંથી ચોહલા ગામ ને મુક્તિ મળશે ખરી ? વાતાકુલીન ઓફીસ માંથી સરકારી બાબુ ઓએ બહાર આવી સ્થળ વિજીટ કરી ચોહલા ગામ ના આંતરિક રસ્તા અંગે સમીક્ષા કરવી જોઈ એ ચોહલા ગામ ને આંતરિક રસ્તા માટે ગ્રામજનો ને ક્યાં સુધી લબડાવાશે ?
ચોહલા આંતરિક રેવન્યુ રસ્તા ને પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ બનાવવા ની બુલંદ માંગ એસ ડી એમ ના દફ્તરી આદેશ ને (મામા) પંચાયત ના તંત્ર દ્વારા જ ટલ્લે ચડાવ્યો


















Recent Comments