અમરેલી

દામનગર શહેર ની તમામ આંગણવાડી ના ભૂલકા ને માલવીયા પરિવારે મકરસંક્રાંતિ એ મમરાલાડુ નો અલ્પહાર કરાવ્યો

દામનગર શહેર ની તમામ આંગણવાડી કેન્દ્રો માં નાના ભૂલકા ઓને મમરા લાડુ અને રાજગરાધાણી ના લાડુ નો અલ્પહાર કરાવ્યો વેપારી અગ્રણી રવજીભાઈ માલવીયા ના પુત્રરત્નો ભૂપતભાઈ એ શહેરભર ની તમામ આંગણવાડી કેન્દ્રો ના ભૂલકા ઓને મકરસંક્રાંતિ ના પાવન પર્વ એ પૌષ્ટિક અલ્પહાર કરાવ્યો હતો હિન્દૂ ધર્મ સંસ્કૃતિ માં આવતા દરેક પર્વ દાન ધર્મ નો સંદેશ આપે છે તેમાંય વિશેષ મહત્વ ના પરોપકાર ના પર્વ તરીકે ઉજવાતા મકરસંક્રાંતિ પર્વ નું અનોખું મહત્વ છે ત્યારે દામનગર ના વેપારી અગ્રણી માલવીયા પરિવારે શહેર ની તમામ આંગણવાડી ના બાળકો ને પૌષ્ટિક અલ્પહાર મમરા લાડુ અને રાજગરા ધાણી ના લાડુ થી મકરસંક્રાંતિ નું પાવન પર્વ ઉજવ્યું હતું 

Related Posts