દામનગર શહેર ની આર્થિક પછાત વસાહત ખોડીયાનગર અને ખેડૂતો ને કાયમી રસ્તા ની માંગ સાથે પીડાતી આર્થિક પછાત વસાહત ખોડીયારનગર ના સમર્થન માં આવેલ મીડિયા કર્મી ને મોત ની ધમકી આપતા દબાણદાર ની ખુલ્લી દાદાગીરી સામે સમગ્ર ખોડીયાનગર ના રહીશો અને ખેડૂતો એ સ્થાનિક પોલીસ આવેદન પત્ર પાઠવ્યું
નામદાર ગુજરાત સરકાર દ્વારા ખોડિયારનગર રહીશો ખેડૂતો માટે કાયમી રસ્તા માટે નિમ કરેલ રસ્તા ની જમીન વળાંકી લેનાર દબાણદાર ની દાદાગીરી મીડિયા કર્મી ને જાન થી મારી નાખવા ની ધમકી સાથે પાલિકા તંત્ર ના જે સી બી ને પરત જતા રહેવા ફરજ પાડી ચોરી ઉપર સીનાજોરી કરતા દબાણદારો ખોડીયારનગર ના રહીશો ને કોઈપણ ભોગે રસ્તો નહિ આપવા દાદાગીરી કરતા ઇસમ મુકેશ લખું ચૌહાણ નામ ના દબાણદાર દ્વારા જાહેર માં બખેડા સામે ભારે નારાજગી સાથે ખોડીયારનગર ના રહીશો અને ખેડૂતો એ સ્થાનિક પોલીસ માં આવેદન પત્ર પાઠવી દબાણદાર ની શાન ઠેકાણે લાવવવા માંગ કરી ખોડીયાનગર ના રહીશો ને કોઈ પણ ભોગે રસ્તો નથી આપવો જ્યાં લખવું હોય ત્યાં લખો ખોડીયારનગર અને ખેડૂતો ને કાયમી રસ્તા માટે ગુજરાત સરકારે જમીન નિમ કરી શહેરી વિકાસ વિભાગે રસ્તો બનાવવા એક કરોડ જેટલું બજેટ ફાળવ્યું પણ રસ્તા ની જમીન ના ચાર થી પાંચ દબાણદારો એ હજારો વ્યક્તિ ઓને હક્ક અધિકાર ને બાન માં લીધા કોઈપણ ભોગે ખોડીયારનગર ના રહીશો ને અહીં થી રસ્તો આપવો જ નથી દબાણદારો ની ખુલ્લી દાદાગીરી સામે ભારેરોષ રજુઆત ગત તા.૧૫ મેં રોજ પાલિકા પરિસર માં રસ્તા મુદ્દે પ્રતીક ઉપવાસ આંદોલન માં સાત દિવસ માં રસ્તો આપવાની વહીવટી તંત્ર દ્વારા અપાયેલ ખાત્રી નો અમલ કરવા જે સી બી મોકલી પાલિકા તંત્ર દ્વારા દબાણ દૂર કરવા જતા દબાણદારો દ્વારા પાલિકા તંત્ર નું જે સી બી પરત જતા રહેવા ફરજ પાડી લાજવા ને બદલે ગાજતા દબાણદારો એ મીડિયા કર્મી ને પણ જાન થી મારી નાખવા ધમકી આપતા સમગ્ર ખોડિયારનગર ના રહીશો અને ખેડૂતો દ્વારા દામનગર પોલીસ માં દબાણદાર વિરુદ્ધ કડક કાનૂની કાર્યવાહી કરવા આવેદન પત્ર પાઠવ્યું હતું


















Recent Comments