રજૂઆત કરવા આવેલા ટોળાએ ગાંધીનગરના કલોલ નગરપાલિકા પર પથ્થરમારો કર્યો
ગાંધીનગરના કલોલ નગરપાલિકા પર પથ્થરમારાની ઘટના બની હતી. કાલોલ નગરપાલિકા વિસ્તારમાં આવતા રહિસો સાથે રજૂઆત કરવા આવેલા ટોળાએ પાલિકા પર પથ્થરમારો કર્યો હતો. ચીફ ઓફિસર અને પ્રમુખને દબાણની રજૂઆત કરવા આવેલા લોકોએ પથ્થરમારો કર્યો હતો. રજૂઆત કરવા આવેલા લોકો દ્વારા પથ્થરમારો કરવામાં આવતા પોલીસ બોલવાની જરૂર પડી હતી જે બાદ સમયસર પોલીસ આવી જતાં મોટી ઘટના બનતા અટકી હતી. જાે કે, પોલીસ આવતા પહેલા જ ટોળું નાસી છૂટ્યું હતું પણ આ બાબતે પોલીસ પણ તપાસ શરૂ કરી દીધી છે.
Recent Comments