અમરેલી

શહીદ વીર જવાન મેહુલ ભુવા નો પાર્થિવ દેહ માદરે વતન ધામેલ ખાતે પંચ મહાભૂતો માં શનિવારે વિલીન થશે

દામનગર ના ધામેલ ગામ ના કાશ્મીર ફરજ દરમ્યાન વિરગતી પામેલ શહીદ વીર જવાન મેહુલ ભુવા નો પાર્થિવ દેહ માદરે વતન માટે આજે સત્તાવાર રવાના શનિવારે વતન ધામેલ ગામે અંતિમ દર્શન બાદ વીર જવાન મેહુલ ભુવા નો પાર્થિવ દેહ પંચ મહાભૂત માં વિલીન કરાશે રાષ્ટ્ર રક્ષા કાજે કાશ્મીર ખાતે શહીદી વોહરનાર જવાન ના પુરા અદબ થી સન્માન સાથે માદરે વતન ધામેલ ગામે લવાશે અને શહીદ જવાન ને સમગ્ર ગામ ની ઉપસ્થિતિ માં રાષ્ટ્રીય સન્માન સાથે અંતિમ દર્શન બાદ દાહ સંસ્કાર કરાશે ખૂબ મોટો ચાહક વર્ગ ધરાવતા મિલન સાર સ્વભાવ ના સેનિક મેહુલ ભુવા શહીદ થયા ના સમાચાર થી સમગ્ર પંથક માં ગનગીની વ્યાપી જતી માતૃ સંસ્થાન ઉત્તર બુનિયાદી શાળા ના પૂર્વ છાત્ર મેહુલ ભુવા વીરગતિ પામ્યા ના સમાચાર થી સમગ્ર પંથક શોકાતુર બન્યો છે શનિવારે માદરે વતન ધામેલ ગામે વીર જવાન ના પાર્થિવ દેહ ને અંતિમ દર્શન બાદ રાષ્ટ્રીય સન્માન સાથે દાહ સંસ્કાર કરાશે વીરગતિ પામેલ મેહુલ ભુવા ના સમાચાર થી સમગ્ર વિસ્તાર માં ભારે ગનગીની વ્યાપી છે

Related Posts