જામનગરના સુવરડા ગામની સીમ વિસ્તારમાં રાતના સમયે ઈન્ડિયન એરફોર્સનું જેગુઆર ફાઈટર પ્લેન ટેકનિકલ ક્ષતિના કારણે ક્રેશ થયું હતું. જે પ્લેન ક્રેશની દુર્ઘટનામાં ફાઇટર પ્લેનના ફ્લાઈટ લેફટનેન્ટ સિધ્ધાર્થ સુશીલકુમાર યાદવ (રહે. ૨૩૧૮ હાઉસીંગ બોર્ડ કોલોની, સેકટર-૪, રેવાડી, હરિયાણા) નામના પાયલોટનું મૃત્યુ નિપજ્યું હતું.
જે દુર્ઘટનાના હતભાગી શહીદ પાયલોટના પાર્થિવ દેહને ઉચ્ચ અધિકારીઓ અને અન્ય એરફોર્સના કર્મચારીઓ વગેરેની ઉપસ્થિતિમાં રાષ્ટ્રીય સન્માન અપાયું હતું, અને તેમના પાર્થિવ દેહને તેમના વતન હરિયાણા રાજ્યમાં મોકલવા કાર્યવાહી કરવામાં આવી હતી.
જામનગરના સુવરડા ગામની સીમમાં જેગુઆર ફાઈટર પ્લેન ક્રેશમાં શહીદ થયેલ પાયલોટના પાર્થિવ દેહને સન્માન સાથે વતનમાં લઈ જવાયો

Recent Comments